Not Set/ છત્તીસગઢમાં સુરક્ષા જવાનો સાથે મુઠભેડમાં 7 નક્સલીઓના મોત

દેશભરમાં નકસલવાદથી પ્રભાવિત રાજ્યોને તેનાથી બહાર કાઢવા માટે કરવામાંમાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં છતીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારના રોજ સુરક્ષા જવાનો સાથે થયેલી મુઠભેડમાં 7 નક્સલીના મોત થયા છે. એવી પણ જાણકારી મળી રહી છે કે આ મુઠભેડમાં ત્રણ-ચાર જેવા નક્સલીઓ ઘાયલ થયા છે. આ મુઠભેડમાં પાંચ મહિલા નક્સલી પણ સામેલ છે. પોલીસને ઘટનાસ્થળેથી એસએસાર, એક રિવોલ્વર, એક […]

Top Stories India
છત્તીસગઢમાં સુરક્ષા જવાનો સાથે મુઠભેડમાં 7 નક્સલીઓના મોત

દેશભરમાં નકસલવાદથી પ્રભાવિત રાજ્યોને તેનાથી બહાર કાઢવા માટે કરવામાંમાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં છતીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારના રોજ સુરક્ષા જવાનો સાથે થયેલી મુઠભેડમાં 7 નક્સલીના મોત થયા છે. એવી પણ જાણકારી મળી રહી છે કે આ મુઠભેડમાં ત્રણ-ચાર જેવા નક્સલીઓ ઘાયલ થયા છે. આ મુઠભેડમાં પાંચ મહિલા નક્સલી પણ સામેલ છે.

પોલીસને ઘટનાસ્થળેથી એસએસાર, એક રિવોલ્વર, એક એસબીબીએલ, છ રોકેટ લોન્ચરો અને એક કીટ બેગ પણ મળી આવી હતી. હાલ પોલીસે સમગ્ર વિસ્તારની ગેરાબંધી કરી લીધી છે અને સર્ચઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓના મોતની સંખ્યા વધી શકે છે.

ગત રવિવારે મહારાષ્ટ્ર પોલીસને એક મોટી સફળતા મળી હતી. નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ ઉતાર્યા હતાં. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલ નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 17 લોશો નદીમાં તરતી જોવા મળી હતી.

63887005 છત્તીસગઢમાં સુરક્ષા જવાનો સાથે મુઠભેડમાં 7 નક્સલીઓના મોત

સોમવારના રોજ આ બધી લાશો મહારાષ્ટ્ર અને છતીસગઢ બોર્ડર પરથી મળી આવી હતી. ગત રવિવારના રોજ મહારાષ્ટ્રના ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્ટી-નક્સલ ઓપરેશન દરમિયાન 16 નકસલવાદીઓને ઠાર માર્યા હતા.

ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થયું હતું. મહત્વનું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં નક્સલી ગતિવિધિઓમાં ઘટાડો નોધાયો છે. સરકાર દ્વારા દેશના નકસલવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓમાંથી 44 જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કર્યાં છે. દેશના સૌથી વધુ નકસલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ ૩૫થી ઘટીને 30 થઇ ગઈ છે.