@અલ્પેશ ડાભી, ભાવનગર
ભાવનગર આરઆર સેલની ટીમે શહેરી વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન નકલી નોટ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભાવનગર ડીઆઈજી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કવોડ ચોક્કસ બાતમીના આધારે શહેરના હલુરીયા વિસ્તારમાં એક ઈસમ નકલી નોટો વાતાવવા આવતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આર.આર.સેલની ટીમે વોચ ગોઠવતા નકલી નોટો લઈ આવેલા ઈસમને ઝડપી લીધો હતો.
Vaccine / ભારતે ખરીદી વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી…
Crime / સિંગર રેણુએ ઉદ્ધવ ઠાકરેના મંત્રી મુંડે પર બળાત્કાર અને બ્લેક…
જે અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના જોગી વાળા ની ટાંકી વિસ્તારમાં રહેતા આરોપી સલમાન પીરાણી નકલી ચલણી નોટો વટાવવા આવતો હોવાની પૂર્વ બાતમી મળી હતી. અને બાતમીના આધારે આર. આર. સેલની ટીમ સગર ઈસમ હાલરીયા વિસ્તારમાં આવતાની સાથે જ આર.આર.સેલની ટીમે ઝડપી લઇ તપાસ કરતા સલમાન નામના શખ્સ પાસેથી રૂપિયા 63300 ની ચલણી નોટો મળી આવી હતી. જે તમામ નોટોમાં 500ના દરની 73 અને 200 ના દરની 134 ચલણી નોટો મળી આવી હતી. જે તમામ નોટ નકલી હોય આરઆર સેલની ટીમ દ્વારા એક મોબાઇલ અન્ય રોકડ રકમના મુદ્દામાલ સાથે સલમાન પીરાણીની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરી ગંગાજળીયા પોલીસ મથકમાં વધુ તપાસ અર્થે સોપી આપ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…