Gujarat/ ગોધરાનાં યુવાનની પ્રશંસનીય પહેલ, પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું કર્યુ આયોજન

વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને, ફરવા જઈને કે પાર્ટી આપીને ઉજવે છે…

Gujarat Others
pjimage 9 ગોધરાનાં યુવાનની પ્રશંસનીય પહેલ, પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું કર્યુ આયોજન

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને, ફરવા જઈને કે પાર્ટી આપીને ઉજવે છે, ત્યાં ગોધરા શહેરના એક યુવાન, નિતેશ ચેતનદાસ ગંગારામાણીએ પોતાનો જન્મદિવસ ૨૩મી જાન્યુઆરીએ કંઈક અલગ રીતે ઉજવવા અને સમાજમાં ઉપયોગી બને તેવું પ્રદાન કરવા નક્કી કર્યુ. વ્યવસાયે ખાનગી શિક્ષક એવા ૩૧ વર્ષીય નિતેશભાઈએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી અમી આરકેડ, બસ સ્ટેન્ડ સામે, ગોધરા ખાતે સૌપ્રથમ વખત એક રક્તદાન શિબિરનું આયોજન ગત ૨૩મી જાન્યુઆરીએ કર્યુ. જેમાં ૪૨ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

માનવતાના આ મહાયજ્ઞમાં ભાગ લેનારા રક્તદાતાઓને આયોજક દ્વારા “આદર્શ પરિવાર” નામક એક સુંદર પુસ્તક તથા ૩-૩ નોટબુકોનું પણ ભેટ સ્વરૂપે વિતરણ કરીને એક તરફ રક્તદાન તો બીજી તરફ સમાજ ઘડતરમાં શિક્ષણના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આવી સુંદર પહેલને બિરદાવવા પંચમહાલ જિલ્લા કલેક્ટર અને રેડક્રોસના ચેરમેન અમિત અરોરા પણ સ્થળ પર પહોંચ્યા અને જણાવ્યું હતું કે નિતેશભાઈએ જે કર્યુ તે ખૂબ જ અનુકરણીય બાબત છે. અકસ્માત, પ્રસૂતિઓ, રક્ત ચઢાવવાની જરૂર પડે તેવી બીમારીઓ સહિતના કારણોસર સતત રક્તની જરૂર રહેતી હોય છે ત્યારે પોતાના જન્મદિવસે આ પ્રકારનું આયોજન વખાણવા લાયક છે.

pjimage 10 ગોધરાનાં યુવાનની પ્રશંસનીય પહેલ, પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું કર્યુ આયોજન

સમાજનાં લોકો પોતાના જન્મદિવસ તથા અન્ય શુભ પ્રસંગે રક્તદાન શિબિરનું વધુમાં વધુ આયોજન કરે, જે માટે રેડ ક્રોસ દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે નાનકડાં સુંદર ડેકોરેશન તથા કેકની વ્યવસ્થા કરી તેનું સન્માન પણ કરવામાં આવે છે. નિતેશભાઈએ પોતાના જન્મદિવસે રક્તદાન કરનાર સૌ સંબંધીઓ મિત્રોનો આભાર માનતા જણાવ્યું હતું કે પોતાના જન્મદિને આનાથી સુંદર ભેટ કોઈ હોઈ શકે નહીં કે તમારા સૌ સ્વજનો સમાજને સૌથી અગત્યની કહી શકાય તેવા જીવન રક્ષક રકતની ભેટ આપે. તેમણે સૌ કોઈને પોતાના જ્ન્મદિને પોતાની શક્તિ અનુસાર આ પ્રકારના સમાજોપયોગી કાર્યો કરવા અને એ રીતે જન્મદિનની ઉજવણી યાદગાર બનાવવા સંદેશો પાઠવ્યો હતો.

Ahmedabad: કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

Gujarat: લખતરમાં અગિયારસ નિમિત્તે મહિલાઓએ ગાયોને ખવડાવ્યા લાડવા

Gujarat: ઉનામાં ચીખલી ગામે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુ, 100 મરઘાને જીવતા કરાયા દફન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો