Political/ નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ, PM ઓલીને પાર્ટીમાંથી હટાવાયા

નેપાળનાં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીનાં એક જૂથે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પાર્ટીમાંથી હટાવી દીધા છે.

World
pjimage 14 નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ, PM ઓલીને પાર્ટીમાંથી હટાવાયા

નેપાળનાં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીનાં એક જૂથે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પાર્ટીમાંથી હટાવી દીધા છે. પ્રચંડ જૂથે આજે બેઠક બાદ ઓલીને પાર્ટીની સામાન્ય સદસ્યતામાંથી હાંકી કાઠવાનો નિર્ણય લીધો છે. અગાઉ પ્રચંડ જૂથે ઓલીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે 3 દિવસમાં સ્પષ્ટતા આપવા જણાવ્યું હતું. પરંતુ ઓલી તરફથી કોઈ જવાબ ન મળ્યા બાદ આજે તેમને પાર્ટીની સામાન્ય સભ્યપદથી નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે 20 ડિસેમ્બરે નેપાળ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ અચાનક જ નેપાળી સંસદ વિસર્જન કરીને નવી ચૂંટણીઓની ઘોષણા કરી હતી. આ અંગે પૂર્વ વડા પ્રધાન પ્રચંડનો જૂથ તેમની સામે મોરચો ખોલી રહ્યો છે. પ્રચંડ જૂથની સાથે પાર્ટીનાં અન્ય વરિષ્ઠ નેતા માધવકુમાર નેપાળ પણ છે અને તેમની તરફથી પહેલાથી જ એવા સંકેત મળ્યા હતા કે ઓલીને પાર્ટીમાંથી હાંકી કાઠવામાં આવશે.

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો આંતરિક વિવાદ વધતાં બંને જૂથો એક બીજાને હાંકી કાઠવામાં રોકાયેલા છે. પહેલા, ઓલી જૂથે પક્ષનાં પ્રવક્તા અને પ્રચંડનાં નજીકનાં સાથી નારાયણ કાઝી શ્રેષ્ઠને હટાવ્યા. તે પછી પ્રચંડને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા. બદલામાં પ્રચંડ ગ્રુપે ઓલીને રાષ્ટ્રપતિનાં પહેલા પદ પરથી દૂર કરી દીધા, ત્યારબાદ હવે તેમને પક્ષમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે. નેપાળનાં શાસક પક્ષમાં ભાગલા પડ્યા પછી પણ હજી સુધી તે કાયદેસર રીતે અલગ થઈ શક્યું નથી અને બંને પક્ષોમાંથી કોઈએ પણ કાયદાકીય રીતે અલગ પક્ષ હોવાનો દાવો કર્યો નથી.

કૃષિ આંદોલન / ખેડૂતોને શરતો સાથે ટ્રેક્ટર રેલીની મળી પરવાનગી

UK / વિજય માલ્યાએ બ્રિટનમાં માંગ્યો આશ્રય? વકીલે લંડન હાઇકોર્ટમાં અન્ય માર્ગ વિશે આપી માહિતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો