Not Set/ પીએમ મોદીએ પાકિસ્તાન જઈને નવાઝ શરીફને પાઠવી હતી જન્મદિવસની શુભેચ્છા, શું ઇમરાન ખાનમાં છે હિમ્મત?

આજે પીએમ નરેન્દ્ર મોદી તેમનો 69 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આજે પીએમ મોદીને અભિનંદન આપશે? કારણ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ  370 અને 35-A ને હટાવ્યા પછી, પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં કડવાશ આવી છે. આમ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના ઘણા […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 7 પીએમ મોદીએ પાકિસ્તાન જઈને નવાઝ શરીફને પાઠવી હતી જન્મદિવસની શુભેચ્છા, શું ઇમરાન ખાનમાં છે હિમ્મત?

આજે પીએમ નરેન્દ્ર મોદી તેમનો 69 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આજે પીએમ મોદીને અભિનંદન આપશે? કારણ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ  370 અને 35-A ને હટાવ્યા પછી, પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં કડવાશ આવી છે.

આમ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના ઘણા મોટા નેતાઓ ભારત પર પ્રહાર કરવાની એક પણ તકને છોડી રહ્યાં નથી. જણાવી દઈએ કે ભારત હંમેશાં ખુલ્લા હૃદયથી પાકિસ્તાનનું સ્વાગત કરે છે. 2016 માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા અને ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને અભિનંદન આપ્યા.

LOC પર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, આવી સ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન તરફથી અભિનંદન સંદેશ મળશે કે નહીં. આ પહેલા 15 ઓગસ્ટે વાઘા બોર્ડર પર પાકિસ્તાનનો એક અલગ એટીટ્યુડ જોવા મળ્યો હતો. સ્વતંત્રતા દિવસ પર ભારતે પાકિસ્તાને મીઠાઈ મોકલી હતી પરંતુ પાકિસ્તાને મીઠાઇ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી આ પહેલીવાર બ્નયું હતું કે જ્યારે પાકિસ્તાને મીઠાઇ લીધી નહોતી.

આપને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો 69 મો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. પીએમ મોદી દર વખતની જેમ  આ વખતે પણ ગુજરાતની ‘જીવાદોરી’ ગણાતા સરદાર સરોવર ડેમમાં જલ્દી જ પૂરી ભરાવાની અપેક્ષા છે. 17 સપ્ટેમ્બરે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટનાની સાક્ષી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.