External Affairs Minister Jayashankar/ ‘ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી કરી વૈશ્વિક બજારને પણ આપ્યો લાભ’ લંડન મુલાકાત દરમ્યાન એસ. જયશંકરનો ખુલાસો

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે લંડન મુલાકાત દરમ્યાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા અંગે ખુલાસો કર્યો. જયશંકરે લંડન મુલાકાત દરમ્યાન વિલ્ટન પાર્ક કોન્ફરન્સમાં ભાગ લેતા જણાવ્યું કે ભારતની ખરીદી નીતિઓએ વૈશ્વિક ફુગાવો અંકુશમાં રાખ્યો છે. તેલ ખરીદી મામલે અમે આભારની રાહ જોઈ રહ્યા છીએ.

World
મનીષ સોલંકી 3 ‘ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી કરી વૈશ્વિક બજારને પણ આપ્યો લાભ’ લંડન મુલાકાત દરમ્યાન એસ. જયશંકરનો ખુલાસો

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર લંડનની પાંચ દિવસીય મુલાકાતે છે. જયશંકરે લંડન મુલાકાત દરમ્યાન વિલ્ટન પાર્ક કોન્ફરન્સમાં ભાગ લીધો. દરમ્યાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા અંગે ખુલાસો કર્યો. આ કોન્ફરન્સમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અને રશિયા પાસેથી તેલની ખરીદી જેવી અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો. ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી કરતા વૈશ્વિક બજારોને લાભ થયો હોવાનું તેમણે જણાવ્યું.

વિદેશ મંત્રી એસ.જયશંકરે લંડન મુલાકાત દરમ્યાન એક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. આ કાર્યક્રમમાં વિદેશમંત્રીએ મોંઘવારી અને રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન તેલની ખરીદીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રશિયા પાસેથી તેલની ખરીદીને લઈને પૂછવામાં આવેલ પ્રશ્નમાં જયશંકરે સ્પષ્ટતા કરી કે ભારતે રશિયા પાસેથી જે તેલ ખરીદ્યું તેનાથી વિશ્વને પણ ફાયદો થયો છે. કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ના કરી હોત તો વિશ્વના તેલ બજારો અસ્થિર જોવા મળી શકત, જેના કારણે મોંઘવારીમાં વધુ વધારો થાત.

આમ, ભારતે તેલની ખરીદી કરી વિશ્વના તેલ બજારોમાં વધતી જતી મોંઘવારી પર રોક લગાવી છે. તેમજ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ મામલે અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળત તેના પર પણ નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. ભારતની વ્યૂહરચનાથી તેલ અને ગેસ બજારોને સ્થિર કરીને ફુગાવાને રોકવામાં મદદ મળી છે. છતાં પણ દુનિયાના કેટલાક દેશો ભારતના પગલાની ટીકા કરી રહ્યા છે.

વિશ્વએ તેમના પગલાની ટીકા કરવાને બદલે ‘આભાર’  વ્યક્ત કરવો જોઈએ. યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયાની તેલની નિકાસ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે રશિયા પાસેથી રાહત દરે તેલ મેળવતા દુનિયાના અન્ય દેશો ભારત પાસેથી ખરીદી કરતા મોંઘવારી પર નિયંત્રણ રહેશે. તેલ પ્રાપ્તિ માટે ભારતના વ્યૂહાત્મક અભિગમને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં થતા વધારાને અટકાવી શકાય છે.

વિશ્વમાં અત્યારે સંઘર્ષભરી સ્થિતિ છે. તેવામાં તેલબજારમાં મોંઘવારીની અસર નહીવત કરવા ભારતની ભૂમિકાને મહત્ત્વની ગણાવી. ભારતના આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં દેશનું સ્થાન સુરક્ષિત રહેશે. કેમકે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે વૈશ્વિક તેલની કિંમતો વધુ વધી હશે કારણ કે અમે પણ એ જ બજારમાં અને યુરોપિયન દેશો જેવા જ સપ્લાયર્સ પાસે ગયા હતા. જયાં યુરોપે અમારા કરતાં કદાચ ઊંચી કિંમત ચૂકવી હશે.


whatsapp ad White Font big size 2 4 ‘ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી કરી વૈશ્વિક બજારને પણ આપ્યો લાભ’ લંડન મુલાકાત દરમ્યાન એસ. જયશંકરનો ખુલાસો


આ પણ વાંચો : શિનોર નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

આ પણ વાંચો : આણંદ અને બોટાદમાં નજીવી બાબત અને રૂપિયાની લેતીદેતીમાં થઈ હત્યા

આ પણ વાંચો : અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી