વડોદરા/ શિનોર નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

શિનોર તાલુકામાં દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ચાર તરુણ વયનાં યુવાનો નહાવા ઉતર્યા હતાં. જેમાં ચારેય કિશોરો તણાવા લાગ્યાં હતાં.

Gujarat Vadodara
YouTube Thumbnail 2023 11 16T145750.470 શિનોર નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું
  • વડોદરા: દિવેર ગામેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબ્યા 3 યુવાનો
  • નર્મદા નદીમાં ડૂબી જવાથી ત્રણેય યુવાનોના થયા મોત
  • ફાયરના જવાનોએ ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢયા

Vadodara News: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામના 6 યુવાનો દિવેર નર્મદા નદીમાં ફોટો ગ્રાફી અને નાહવા માટે ગયા હતા. આ દરમિયાન 6 યુવાન પૈકી 4 યુવાન નાહવા પડ્યા હતા.જ્યારે બે યુવાનોને તરતા આવડતું ન હોવાથી નદી કિનારે ફોટો ગ્રાફી કરી રહ્યા હતા. આ દરમિયાન મોટી કરુણ ઘટના બની હતી. જ્યા ન્હાવા પડેલા 4 યુવાનો નદીના વહેણમાં એકાએક તણાવા લાગ્યા હતા.  જેમાં 1 યુવાનને તરતા આવડતું હોવાથી તે મહામહેનતે હેમખેમ બહાર નીકળી ગયો હતો. જ્યારે અન્ય 3 યુવાનો નદીમાં ડૂબી ગયા હતા.ડૂબેલા 3 યુવાનોની કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.ત્યારે ફાયરના જવાનોને ત્રણેય યુવાનોનું મૃતદેહ મળી આવ્યું છે.. ચારમાંથી બે યુવાન પરિવારના એકના એક પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુરસા, પાદરા તાલુકાના ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં રહેતો અક્ષય વસાવા, કિશન વસાવા, અનિલ વસાવા, વિશાલ વસાવા, સોહિલ વસાવા સહીત સુભાષ પાટણવાડીયા નવા વર્ષે શિનોર તાલુકાના દિવેર અને અન્ય ગામોમાં રહેતી બહેનોના ઘરે ભાઇ-બીજ કરવા તેમજ નવા વર્ષે મળવા માટે ગયા હતા. બહેન તેમજ સગા સબંધીઓને મળ્યા બાદ બપોરેના સમયે તમામ 6 કિશોરોએ એક-બીજાનો સંપર્ક કરીને દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના કિનારે પહોંચ્યા હતા અને નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં દિવેર ગામે બનેલી આ ઘટનાને લઈને કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. છેલ્લા 15 કલાકથી કરજણ ફાયર બ્રિગેડની ટીમ લાપતા થયેલ તરુણ યુવાનોની શોધખોળ આદરી હતી. પરંતુ તેઓનો કોઈ પત્તો ન લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમને પણ તેઓએ જાણ કરી હતી અને તે ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી.

આ સમગ્ર બનાવની જાણ શિનોર પોલીસને થઈ હતી જેથી પોલીસ સહિત મામલતદાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક આ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જાણવા મળતી માહિતી મુજબ હાલ શિનોર પોલીસે આકસ્મિક ઘટના અંગેનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 શિનોર નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા, એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા