Accident/ જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા

જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા પદયાત્રીઓને અટફેટે લીધા.

Gujarat
WhatsApp Image 2023 11 16 at 10.38.22 જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે. રાજ્યમાં શહેરનો ગીચ વિસ્તાર હોય કે પછી હાઈવે માર્ગ હોય લોકો બેફામ ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે વધુ એક કાર અકસ્માતની ઘટના બનવા પામી. જેમાં કાર ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા 3 લોકોના મોત નિપજ્યા.

આજે વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા પદયાત્રીઓને અટફેટે લીધા. જેમાં કેટલાક લોકો ગંભીર ઇજા પામ્યા તો 3 વ્યક્તિઓનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું. અકસ્માતની આ ઘટનાને પગલે અન્ય લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકોએ પોલીસને બનાવની જાણ કરી. અને ઘાયલ લોકોની સારવાર માટે 108ને ફોન કરતા તુરંત ટીમ ઘટના સ્થળ પર પંહોચી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જામનગર-દ્વારકા હાઈવે પર બનેલ ઘટનાને લઈને પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે ભોગ બનનાર પદયાત્રીઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. દરમ્યાન વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ આવતી કારે અડફેટે લેતા તેમનું મૃત્યુ થયું. આ ઘટનામાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે પદયાત્રીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામની ઓળખ માટેની તજવીજ હાથ ધરતા ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અત્યારે દિવાળીની રજાઓની સિઝન છે. લોકો મનપસંદ સ્થળે ફરવા જવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ફરવા માટે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરે છે તો કેટલાક લોકો ટ્રાવેલ્સ બસની સુવિધા લે છે. પરંતુ ખાનગી વાહનો ચલાવનારા કેટલીક વખત બેફામ ગાડી ચલાવતા હોય છે. પોતાના ડેસ્ટીનેશન પર પંહોચવા તેમની વધુ પડતી સ્પીડ અન્યો માટે મુશ્કેલીઓ સર્જે છે. આ જ કારણોસર કાર અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે.


whatsapp ad White Font big size 2 4 જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા


આ પણ વાંચો : જળોત્સવ/ આજે રાજ્યમાં જળ ઉત્સવઃ પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી ઉદઘાટન

આ પણ વાંચો : Jaishankar In UK/ 1970ના દાયકાની યુપીમાંથી ચોરાયેલી મૂર્તિઓ લંડનમાં મળી

આ પણ વાંચો : Israel Hamas War/ યુએનએ ગાઝા પટ્ટીમાં લડાઈ બંધ કરવાની હાકલ કરી, યુદ્ધ પછી પ્રથમ વખત મૌન તોડ્યું