જળોત્સવ/ આજે રાજ્યમાં જળ ઉત્સવઃ પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જળઉત્સવનું 16 નવેમ્બર 2023 એટલે કે આજરોજ ઉદઘાટન કરવાના છે. તેઓ વર્ચ્યુઅલી તેનું ઉદઘાટન કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 15 3 આજે રાજ્યમાં જળ ઉત્સવઃ પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી ઉદઘાટન

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જળઉત્સવનું 16 નવેમ્બર 2023 એટલે કે આજરોજ ઉદઘાટન કરવાના છે. તેઓ વર્ચ્યુઅલી તેનું ઉદઘાટન કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે ગામી 25 નવેમ્બર 2023 સુધી જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવનારા જળ ઉત્સવના ઉદઘાટન પ્રસંગ નિમિત્તે રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રુપાલા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જળસુરક્ષા અભિયાન માટે જાણીતા છે. તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ રાજ્યમાં જળ અભિયાનને લઈને જુદા-જુદા અભિયાન આદરેલા છે. હવે તેઓ કેન્દ્રીય સ્તરેથી પણ આ અભિયાન સમગ્ર દેશમાં ચલાવી રહ્યા છે. તેમા ગુજરાતમાં ચાલતું અભિયાન આ અભિયાનનો હિસ્સો છે.

તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી. હવે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે કામ કરતા તેઓ વર્તમાન દાયકાના અંત સુધીમાં દેશના બધા જ શહેરોમાં પીવાનું પાણી નિયમિત રીતે પહોંચાડવાનું આયોજન ધરાવે છે. આ સિવાય આગામી દાયકામાં તે દેશના બધા ગામડામાં પણ નિયમિત રીતે પાણી ઘરે પહોંચાડવાનું આયોજન ધરાવે છે. તેમની આ પહેલના લીધે આજે ગુજરાતના બધા શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચી ગયું છે. ગુજરાતમાં હવે બહુ ઓછા વિસ્તારો બાકી છે જ્યાં પીવાનું પાણી પહોંચતું ન હોય.


આ પણ વાંચોઃઅલ્ટીમેટમ/ મણિપુરમાં આ સંગઠને કેન્દ્ર સરકારને આપ્યું આ મામલે અલ્ટીમેટમ

આ પણ વાંચોઃPerformance/ ભારતે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં મારી બોસની જેમ એન્ટ્રી

આ પણ વાંચોઃ વખાણ/ PM નરેન્દ્ર મોદીએ શમીના કર્યા વખાણ, અચ્છા ખેલે શમી!