અલ્ટીમેટમ/ મણિપુરમાં આ સંગઠને કેન્દ્ર સરકારને આપ્યું આ મામલે અલ્ટીમેટમ

સંગઠને કહ્યું કે પૂર્વોત્તર રાજ્યમાં વંશીય સંઘર્ષના છ મહિનાથી વધુ સમય પછી પણ કેન્દ્ર સરકારે હજુ સુધી અલગ વહીવટની તેમની માંગણી સ્વીકારી નથી.

Top Stories India
7 2 2 મણિપુરમાં આ સંગઠને કેન્દ્ર સરકારને આપ્યું આ મામલે અલ્ટીમેટમ

મણિપુરમાં કુકી-જો આદિવાસીઓના એક અગ્રણી સંગઠને દાવો કર્યો છે કે તેઓ તેમના પ્રભુત્વ હેઠળના વિસ્તારોમાં “સ્વ-શાસિત અલગ વહીવટ” સ્થાપવા તૈયાર છે, કેંદ્ર તેને માન્યતા આપે કે ન આપે માન્યતા લઇને જ રહેશે. મણિપુરમાં કુકી-જો આદિવાસીઓની સંસ્થા ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ બુધવારે જ્યાં આ આદિવાસીઓ બહુમતી ધરાવે છે તે વિસ્તારોમાં “અલગ સ્વ-શાસિત વહીવટ” સ્થાપવાની ધમકી આપી હતી.

સંગઠને કહ્યું કે પૂર્વોત્તર રાજ્યમાં વંશીય સંઘર્ષના છ મહિનાથી વધુ સમય પછી પણ કેન્દ્ર સરકારે હજુ સુધી અલગ વહીવટની તેમની માંગણી સ્વીકારી નથી. ITLFના જનરલ સેક્રેટરી મુઆન ટોમ્બિંગે જણાવ્યું હતું કે, “જો અમારી માંગણીઓ થોડા અઠવાડિયામાં પૂરી નહીં થાય, તો અમે અમારું પોતાનું સ્વ-શાસન સ્થાપિત કરીશું, પછી ભલે કેન્દ્ર તેને માન્યતા આપે કે ન આપે.” તેમની ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે સંગઠને ચુરાચંદપુરમાં આદિવાસીઓની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ITLFના પ્રવક્તા ગિન્ઝા વુલઝોંગે જણાવ્યું હતું કે, “ઘણા કુકી-ઝો આદિવાસીઓ વંશીય સંઘર્ષ દરમિયાન માર્યા ગયા છે પરંતુ કોઈ કેન્દ્રીય તપાસ એજન્સી આ કેસોની તપાસ કરી રહી નથી. આ રેલી કુકી-ઝો લોકો પર થતા અત્યાચારના વિરોધમાં છે.


whatsapp ad White Font big size 2 4 મણિપુરમાં આ સંગઠને કેન્દ્ર સરકારને આપ્યું આ મામલે અલ્ટીમેટમ


આ પણ વાંચોઃ ટ્રેન દુર્ઘટના/ નવી દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસમાં લાગી આગ,મુસાફરોએ કૂદીને બચાવી જાન

આ પણ વાંચોઃ સિદ્ધિ/ રેકોર્ડ બ્રેકિંગ સદી પછી કોહલીના નમન અને સચીન ગદગદ