Not Set/ મહાએ બગાડ્યું ગૃહેણીઓનું બજેટ, શાકભાજીનાં ભાવમાં મહા ઉછાળો

રાજ્યમાં કમોસમી વરસાદથી મોટાભાગનો પાક ધોવાઈ ગયો છે. સાથો સાથ શાકભાજીના પાકને પણ ઘણુ નુક્સાન પહોંચ્યું છે. જેના પગલે લીલા શાકભાજી સહિતના તમામ શાકના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજીમાં કિલોએ રૂપિયા 60થી 80 સુધીનો વધારો થયો છે. માવઠાથી સૌથી વધુ પાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી ભાંગ્યો છે.  મહત્વનું છે કે, આ વર્ષે ચોમાસા […]

Gujarat Others
vegi મહાએ બગાડ્યું ગૃહેણીઓનું બજેટ, શાકભાજીનાં ભાવમાં મહા ઉછાળો

રાજ્યમાં કમોસમી વરસાદથી મોટાભાગનો પાક ધોવાઈ ગયો છે. સાથો સાથ શાકભાજીના પાકને પણ ઘણુ નુક્સાન પહોંચ્યું છે. જેના પગલે લીલા શાકભાજી સહિતના તમામ શાકના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજીમાં કિલોએ રૂપિયા 60થી 80 સુધીનો વધારો થયો છે.

માવઠાથી સૌથી વધુ પાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી ભાંગ્યો છે.  મહત્વનું છે કે, આ વર્ષે ચોમાસા બાદ પણ રાજ્યમાં વરસાદ યથાવત્ છે. જેના કારણે અનાજ સહિત શાકભાજીના પાકને મોટાપાયે નુક્સાન પહોંચ્યું છે. પાક નાશ થઈ જતા અન્ય રાજ્યમાંથી શાકભાજી મંગાવવાનો વારો આવતા ભાવમાં ભડકો નોંધાયો છે.

છૂટક શાકભાજી અત્યારે રૂપિયા 80થી 100 પ્રતિકિલો વેચાઈ રહ્યા છે. અધધ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કે, વાવાઝોડા મહાએ ગૃહેણીઓનું બજેટ બગાડ્યું છે અને શાકભાજીનાં ભાવમાં મહા ઉછાળોનો કહેર વહેરતું ગયું છે.

ભાવમાં ભડકો…શાકભાજી APMC(પ્રતિ કિલો) છૂટક
બટાકા 12 – 25
ડુંગળી 40 – 80
કોબીજ 18 – 50
ફ્લાવર 23 – 60
રીંગણ 08 – 40
કારેલા 15 – 60
ગવાર 30 – 120
ભીંડો 23 – 60
વટાણા 70 – 120
ટામેટા 27 – 60
પાપડી 20 – 80
મરચા 11 – 80
કોથમીર 20 – 100
આદુ 55 – 120

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.