Not Set/ વિશ્વાસ નહી આવે તેવી હકીકત: ભાજપ-કોંગ્રેસના કદાવર નેતાઓના ઘર છે ત્યાંથી લીક થયું LRDનું પેપર

અમદાવાદ, રવિવારના રોજ યોજાનાર પોલીસ લોક રક્ષકની ભરતીની લેખિત પરીક્ષાનું પપેર ફૂટી જવા મામલે પુરા રાજ્યમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. ગઈકાલે થયેલા પેપર લીક બાદ પરીક્ષા સમિતિના અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પેપર લીક થવા મામલે પૂરજોશમાંમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાલ એક મોટી માહિતી સામે આવી છે. LRD પરીક્ષાનું […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 6 વિશ્વાસ નહી આવે તેવી હકીકત: ભાજપ-કોંગ્રેસના કદાવર નેતાઓના ઘર છે ત્યાંથી લીક થયું LRDનું પેપર

અમદાવાદ,

રવિવારના રોજ યોજાનાર પોલીસ લોક રક્ષકની ભરતીની લેખિત પરીક્ષાનું પપેર ફૂટી જવા મામલે પુરા રાજ્યમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. ગઈકાલે થયેલા પેપર લીક બાદ પરીક્ષા સમિતિના અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પેપર લીક થવા મામલે પૂરજોશમાંમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મામલે હાલ એક મોટી માહિતી સામે આવી છે. LRD પરીક્ષાનું પેપર લીક થયું તે સમગ્ર પ્રકરણમાં ગાંધીનગરના સેક્ટર-8માં પ્લોટ નંબર 1067 પર બનેલી શ્રીરામ હોસ્ટેલ એપીસેન્ટર હતી.

હોસ્ટેલનું બિલ્ડીંગ કોંગ્રેસના ધારાસભ્યની માલિકીનું

રાજ્યના ઇતિહાસના સૌથી મોટા પેપરલીક કૌભાંડનું એપીસેન્ટર ખુદ મુખ્યમંત્રીના ખાનગી બંગલાની બાજુમાં જ હોવાનું ખુલ્યું છે.  હોસ્ટેલનું બિલ્ડીંગ કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની માલિકીનું છે.

જો કે, તેથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ હોસ્ટેલની બરાબર બાજુમાં આવેલા પ્લોટ નંબર 1068 અને તેની પર બનાવાયેલો ત્રણ માળનો વૈભવી બંગલો ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાનગી માલિકીનો છે.

દર મહિને આટલા રૂપિયા આવતું ભાડું.

લોક રક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર લીક કરવા માટે જે બંગલાનો ઉપયોગ થયો હતો ત્યારે તે કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલનો છે. સુરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં પોતે આ બંગલો દલાલ મારફતે રામસંગજી રાજપૂત નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો, જે પેટે તેમને દર મહિને રૂપિયા ચાલીસ હજારનું ભાડું મળતું હતું.

આ બંગલામાં રામસંગજી અને તેમના પત્ની પદ્માવતી હોસ્ટેલ ચલાવતા હોવાની પણ તેમને ખબર હતી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંગલામાં પેપર ફોડવા જેવી પ્રવૃત્તિ ચાલતી હોવા બાબતે તેઓ તદ્દન અજાણ હતા.

ગાંધીનગરમાં રહેતી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રૂપલ શર્મા રેક્ટર રીતે ફરજ બજાવે હતી, રૂપલ શર્માના પિતા પૂર્વ PSI હતા. જયારે  રૂપલ શર્મા પણ પરીક્ષાની ઉમેદવાર હતી.

રૂપલે બે બાળકોના નિર્વાહ માટે એલઆરડી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું. જોકે તેની ધરપકડ થતા તેના બે નાના બાળકો નિરાધાર થઈ ચૂક્યા છે. હાલ આ બંને બાળકોને સંભાળવાની જવાબદારી ગાંધીનગર પોલીસ પર આવી છે.

રૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. જો કે, હવે આ બાળકોનું શું કરવું તે બાબત પોલીસ માટે હાલ પણ પરેશાનીનો વિષય બન્યો છે. હાલ કસ્ટડીમાં રહેલી રૂપલના બંને બાળકોને ગાંધીનગર પોલીસ સંભાળી રહી છે. રૂપલ જે હોસ્ટેલમાં રેક્ટર હતી ત્યાં જ 10 વિદ્યાર્થીઓને જવાબો આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.