Not Set/ અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં, બીજેપીની ચિંતન બેઠકમાં લેશે ભાગ

અમદાવાદઃ ગુજરાતમાં PM મોદી બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાથી રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. રાજ્યમાં ચુંટણી વહેલી થવાના સંકેત મળી રહ્યા છે. PM મોદી ટુંકાગાળામાં ગુજરાતના 6 વાર પ્રવાસ કરી ચુક્યા છે. તો અમિત શાહ યૂપી ચૂંટણી પ્રચાર વચ્ચે ગુજરાત આવતા રહે છે. જેથી કરીને ગુજરાતની રાજકીય અને […]

Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં PM મોદી બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાથી રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. રાજ્યમાં ચુંટણી વહેલી થવાના સંકેત મળી રહ્યા છે. PM મોદી ટુંકાગાળામાં ગુજરાતના 6 વાર પ્રવાસ કરી ચુક્યા છે. તો અમિત શાહ યૂપી ચૂંટણી પ્રચાર વચ્ચે ગુજરાત આવતા રહે છે. જેથી કરીને ગુજરાતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો તાંગ મેળવી શકે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે બપોર પછી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા બાદ તુરત જ અમદાવાદમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાનાર પુષ્ટી પંચામૃત મહોત્વમાં સાંજે છ વાગે ઉપસ્થિત રહીને સંબોધન કરશે.

રવિવારથી બે દિવસ માટે યોજાનારી પ્રદેશ ભાજપના નેતાઓની ચિંતન બેઠકમાં આગામી ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓની અસરો અને નોટબંધી જેવા અનેક મુદ્દાઓ પર સમીક્ષાચર્ચાની શ્રેણીબદ્ધ બેઠકોમાં હાજરી આપશે.