Not Set/ ENG vs IND Live: ભારતનો સ્કોર વગર વિકેટ 60 રન, ઇંગ્લેન્ડ 477 રન બનાવી ઓલ આઉટ

ચેન્નઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇનમાં રમાય રહેલી 5 ટેસ્ટના 2 દિવસે ઇંગ્લેન્ડની ટીમ 477 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી મોઇન ઇલીએ 146 રન બનાવ્યા હતા.તો લિયાન ડોસને 66  રન અને રાશીદ અલીએ 60 રન બનાવ્બયા હતા.  ભારતનો પોતાની પહેલી ઇનિંગ્સમાં 60 રન બનાવી લીધા છે. જેમા પાર્થિવ પટેલ 29 રન […]

Sports

ચેન્નઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇનમાં રમાય રહેલી 5 ટેસ્ટના 2 દિવસે ઇંગ્લેન્ડની ટીમ 477 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી મોઇન ઇલીએ 146 રન બનાવ્યા હતા.તો લિયાન ડોસને 66  રન અને રાશીદ અલીએ 60 રન બનાવ્બયા હતા.  ભારતનો પોતાની પહેલી ઇનિંગ્સમાં 60 રન બનાવી લીધા છે. જેમા પાર્થિવ પટેલ 29 રન અને લોકેશ રાહુલ 30 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.

ભારત તરફથી બોલિંગ કરતા રવિંદ્ર જાડેજાએ 3, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ 2-2 અને અમિત મિશ્રા અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી છે.

મોઇન અલી 146 રન બનાવી ઉમેશની ઓવરમાં કેચ આઉટ થયો. મોઇન અલીએ શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી.  બટલર 5 રને ઇશાંતનો શિકાર બન્યો હતો. બીજા દિવસે પ્રથમ ઓવરમાં જ બેન સ્ટોક્સ 6 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ.

જો રૂટ 88 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં પાર્થિવ પટેલને કેચ આપી બેઠો હતો. જો રૂટ અને મોઇન અલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 146 રનની ભાગીદારી નોધાઇ હતી. જાડેજાએ પહેલા કેચની અપીલ કરી હતી જો કે અમ્પાયરે તેને નકારી કાઢી હતી ત્યારબાદ વિરાટ કોહલીએ રિવ્યૂ લીધો હતો જેમાં રૂટ આઉટ થયો હતો.