Not Set/ ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈંન્ડિઝ વચ્ચેની મેચ આજે માન્ચેસ્ટરનાં મેદાન પર રમાશે. બંને ટીમની પાસે એક શક્તિશાળી બેટિંગ લાઇન છે પરંતુ વેસ્ટ ઈંન્ડિઝ બોલિંગમાં ભારતથી પાછળ દેખાઇ રહ્યુ છે. સાથે આ મેચમાં ક્રિકેટનાં ઘણા જુના રેકોર્ડ ટૂટી શકે અને નવા બની શકે તેની સંભાવનાઓ છે. તેવામાં જાણો ભારત અને વેસ્ટ ઈંન્ડિઝ વચ્ચે માન્ચેસ્ટરનાં મેદાન પર બની […]

Top Stories Sports
ind vs wi for news copy 4758369 835x547 m ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈંન્ડિઝ વચ્ચેની મેચ આજે માન્ચેસ્ટરનાં મેદાન પર રમાશે. બંને ટીમની પાસે એક શક્તિશાળી બેટિંગ લાઇન છે પરંતુ વેસ્ટ ઈંન્ડિઝ બોલિંગમાં ભારતથી પાછળ દેખાઇ રહ્યુ છે. સાથે આ મેચમાં ક્રિકેટનાં ઘણા જુના રેકોર્ડ ટૂટી શકે અને નવા બની શકે તેની સંભાવનાઓ છે. તેવામાં જાણો ભારત અને વેસ્ટ ઈંન્ડિઝ વચ્ચે માન્ચેસ્ટરનાં મેદાન પર બની શકે તેવા રેકોર્ડ કયા છે.

 

વિરાટ કોહલી

cricket wc 2019 ind training 509a04ec 9828 11e9 8cf5 d8c3e6deb331 ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કરવા માટે માત્ર 37 રનોની જરૂર છે. વિરાટ વેસ્ટ ઈંન્ડિઝ વિરુદ્ધ 37 રન બનાવીને વિશ્વ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. હાલમાં તે રેકોર્ડ સચિન તેડુંલકર અને બ્રાઇન લારાનાં નામે છે. બંન્ને બેટ્સમેનોએ 453 ઈંનિગ્સમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે તો વિરાટે પણ અત્યાર સુધીમાં માત્ર 416 ઈંનિગ્સમાં 19,963 રન બનાવી લીધા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મહેન્દ્ર સિંહ ધોની

TH27DHONI ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે 91 રન બનાવે છે તો આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેના 17 હજાર રન થઇ જશે. ધોનીએ અત્યાર સુધીમાં 16,909 રન બનાવ્યા છે અને આજે તે 91 રન બનાવતા 9 17 હજાર રન બનાવનાર 5મો ભારતીય બેટ્સમેન બની જશે.

હાર્દિક પંડ્યા

Hardik Pandya India v Australia 1st ODI September 17 2017 Chennai ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

વેસ્ટ ઈંન્ડિઝ સામે રમાવવાની મેચની સાથે હાર્દિક પંડ્યા ભારત તરફથી 50 વન ડે મેચ રમવાની ઉપલબ્ધિ મેળવી લેશે. આ મેચમાં હાર્દિક પર સૌ કોઇની નજર રહેશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ક્રિસ ગેઇલ

chris gayle 2 e1560862709119 ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

વેસ્ટ ઈંન્ડિઝનાં ધમાકેદાર બેટ્સમેન ક્રિસ ગેઇલ આજની મેચમાં88 રન બનાવે છે તો વેસ્ટ ઈંન્ડિઝની તરફથી વિશ્વકપ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. અત્યાર સુધી વિશ્વકપ મેચોમાં ક્રિસ ગેઇલનાં નામે 1,138 રન છે. તેનાથી આગળ પૂર્વ બેટ્સમેન બ્રાઇન લારા છે જેણે કુલ 1,225 રન બનાવ્યા છે.

ICC Cricket World Cup 2019 West Indies vs India Prediction Playing 11 ભારત-વેસ્ટ ઈંન્ડિઝ મેચમાં વિરાટ સહિત આ ખેલાડીઓ બનાવી શકે વિશ્વ રેકોર્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.