Not Set/ દિલ્હીનાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, અલ કાયદાએ દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

Top Stories India
IGI

મુંબઈનાં ત્રણ મોટા રેલ્વે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનનાં બંગલાને ઉડાવી દેવાની ધમકીઓ બાદ હવે દિલ્હીનાં ઈન્દિરા ગાંધી IGI આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ખતરો ઉભો થયો છે. અલ કાયદાએ ધમકીભર્યો ઇમેઇલ મોકલ્યો છે કે IGI એરપોર્ટ પર બોમ્બ ફેંકવામાં આવશે.

આ પણ વાંચો – બોલીવુડ ન્યુઝ / અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ માટે મુંબઈ ફિલ્મ સિટીમાં ચાંદની ચોકની ખારી બાઓલીનું મસાલા બજાર ફરી બનાવવામાં આવ્યું

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઇમેઇલ મળતા જ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે એરપોર્ટ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ ઇમેઇલ શનિવારે સાંજે india.212@protonmail.com નામનાં મેઇલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની અંદાજ શારદા ઉર્ફે હસીના રવિવારે સિંગાપોરથી ભારત આવી રહ્યા છે અને તેઓ આગામી એકથી ત્રણ દિવસમાં એરપોર્ટ પર બોમ્બ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. વળી, મુંબઈનાં ત્રણ મોટા રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનનાં બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની બનાવટી માહિતીનાં સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસનાં મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે કોલ આવ્યો, જેમાં કોલ કરનારે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ભાયખલા, દાદર રેલ્વે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનનાં જુહુમાં બંગલા મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું

કોલ મળ્યા બાદ સરકારી રેલ્વે પોલીસ, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસકર્મીઓ આ સ્થળોએ પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આતંકવાદ વિરોધી ટુકડી (ATS), ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), મરીન ડ્રાઈવ અને આઝાદ મેદાન સહિત કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો પણ ઓપરેશનમાં જોડાઈ હતી, પરંતુ કેટલાક કલાકોની શોધખોળ પછી CSMT અને અન્ય ત્રણ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોતી.