વડોદરા/ પોલીસની શરમજનક કરતૂત, ફરિયાદીને બદલે આરોપીની કરી તરફેણ..

વડોદરા પોલીસ વિભાગનાં ગોત્રી પોલીસ મથકમાં ન્યાય લેવા ગયેલા શ્રમજીવીને કડવો અનુભવ થયો હતો. પોલીસે ફરિયાદી સાથે આરોપી તરીકેનું વર્તન કરતાં પોલીસ કામગીરી સામે સવાલ ઉભા થયાં છે.

Top Stories Vadodara
indira gandhi 15 પોલીસની શરમજનક કરતૂત, ફરિયાદીને બદલે આરોપીની કરી તરફેણ..

વડોદરામાં પોલીસે પ્રજાનો મિત્ર બનવાને બદલે ગુનો કરનારની તરફેણ કરી ફરિયાદી પાસેથી નાણાં પડાવી કેસ રફેદફે કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા પોલીસ વિભાગનાં ગોત્રી પોલીસ મથકમાં ન્યાય લેવા ગયેલા શ્રમજીવીને કડવો અનુભવ થયો હતો. પોલીસે ફરિયાદી સાથે આરોપી તરીકેનું વર્તન કરતાં પોલીસ કામગીરી સામે સવાલ ઉભા થયાં છે.

  • ફરિયાદીને ધમકાવી પડાવ્યા નાણાં
  • અપહરણ, લૂંટ જેવા સંગીન ગુના દાખલ કરવાનું ટાળ્યું

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતા અનેક કિસ્સા છાશવારે બહાર આવે છે. ત્યારે વડોદરામાં પણ પ્રજાને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે ફરિયાદીને ધમકાવી ફરિયાદ લેવાનું તો ટાળ્યુ, એટલું જ નહીં આરોપી સામે ફરિયાદ કરવાને બદલે તેને છાવરી મામલો રફેદફે કરી દીધો છે.  આ બનાવ વડોદરાનાં ગોત્રી પોલીસ સામે અનેક સવાલો ઉભા કરે છે.. મૂળ રાજસ્થાનનાં અને વડોદરામાં રહીને મજૂરીકામ કરતાં રામનિવાસ જાટની ફરિયાદ છે કે, મંગળવારે તેઓ અકોટા તાજ હોટલ પાસે બાઇક લઇને પસાર થતાં હતાં ત્યારે ત્રણ રસ્તા પાસે તેઓનો અન્ય બાઇક સાથે અકસ્માત થયો હતો.  જેમાં સામે વાળા બાઇકચાલકે તેમને માર મારી તેમની બાઇકની ચાવી છીનવી લીધી હતી.  એટલું જ નહીં ત્યાંથી તેમને આ બાઇકચાલક બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડી નાગરવાડા વિસ્તારમાં લઇ ગયો હતો.  જ્યાં પણ તેને માર મારી ચાવી અને મોબાઇલ છીનવી લઇ 20 હજાર રૂપિયાની માંગણી કરી હાંકી કાઢ્યો હતો.  આ મામલે પોલીસે તેમની ફરિયાદ લઇ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાને બદલે મામલો રફેદફે કરી દીધો હતો.  એટલું જ નહીં પોલીસે આરોપી સામે કાર્યવાહી કરવાને બદલે તેની તરફેણ કરી ફરિયાદી પાસે આરોપીને નાણાં અપાવ્યા અને પોતે પણ રૂપિયા પડાવી ફરિયાદી મજૂર દમદાટી આપી હાંકી કાઢ્યો હતો.

બાઇકસવારનાં ગુનાહિત કૃત્યને છાવરી વડોદરા પોલીસ દ્વારા ફરિયાદી પાસેથી નાણાં પડાવવાની આ ઘટનામાં કાયદાનાં જાણકાર પણ પોલીસની નિયત સામે સવાલ ઉભા કરી રહ્યાં છે.. આ ઘટનામાં અપહરણ, લૂંટ, ખંડણી જેવાં સંગીન ગુના બનતાં હોવાનું જાણકારો માની રહ્યાં છે.

વડોદરાની ગોત્રી પોલીસની આ કરતૂત સામે આવતાં વડોદરા પોલીસ વિભાગનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.. એસીપી કક્ષાનાં અધિકારી પાસે પોતાનાં વિભાગનાં પોલીસકર્મીની આ શરમજનક હરકત અંગે તપાસ કરીને કાર્યવાહી કરવા સિવાય બીજો કોઇ જવાબ નથી.