હિમાચલ પ્રદેશ/ નીતિન ગડકરીની હાજરીમાં CM સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓ અંદરઅંદર બાખડ્યા, થઇ છુટ્ટા હાથની મારામારી

નીતિન ગડકરીનો કાફલો ભુંતર એરપોર્ટથી મનાલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન મનાલી ફોર લેન અસરગ્રસ્ત લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ગડકરીએ લોકોની વાત સાંભળવા રોકાઈ ગયા હતા. દરમિયાન, કાફલાને રોકવા માટે થઇ સીએમ સિક્યુરિટી અને કુલ્લુ એસપી વચ્ચે ઝપાઝપી અને મારામારી શરૂ થઈ હતી.

Top Stories India
indira gandhi 14 નીતિન ગડકરીની હાજરીમાં CM સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓ અંદરઅંદર બાખડ્યા, થઇ છુટ્ટા હાથની મારામારી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હિમાચલ મુલાકાત દરમિયાન બુધવારે કુલ્લુમાં પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન જય રામ ઠાકુરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ કુલ્લુ એસપી ગૌરવસિંહને માર માર્યો હતો.

નીતિન ગડકરીનો કાફલો ભુંતર એરપોર્ટથી મનાલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન મનાલી ફોર લેન અસરગ્રસ્ત લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ગડકરીએ લોકોની વાત સાંભળવા રોકાઈ ગયા હતા. દરમિયાન, કાફલાને રોકવા માટે થઇ સીએમ સિક્યુરિટી અને કુલ્લુ એસપી વચ્ચે ઝપાઝપી અને મારામારી શરૂ થઈ હતી.

કુલ્લુના એસપીએ પોલીસકર્મીને થપ્પડ મારી હતી અને તે પછી મુખ્ય પ્રધાનની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ એસપીને માર માર્યો હતો.

હુમલા સમયે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર પણ કેન્દ્રીય પ્રધાનની સાથે હતા. સ્થળ પર હાજર  પોલીસકર્મીઓએ જોરજોરથી બૂમ પાડી કે તમે એસપી સાહેબને કેમ મારો છે? કુલ્લુના એસપી આઈપીએસ અધિકારી છે અને મુખ્યમંત્રી સાથે તૈનાત સુરક્ષા કર્મીઓ પણ હિમાચલ પોલીસ વિભાગના છે.