જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઈક પર મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાયુસેનાએ બુધવારે કેન્દ્ર સરકારે એરસ્ટ્રાઈકથી જોડાયેલ તમામ દસ્તાવેજો સોંપી દીધા છે. આ પુરાવાઓમાં એરસ્ટ્રાઈની ફોટોગ્રાફ્સ શામેલ છે. સાથે કહેવામાં આવી રહ્યું છે કે કઈ રીતે તેમના કેટલાક નિશાના સાચા લાગ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનએ સરકારને 12 પાનાની રીપોર્ટ સોપી છે.જેમાં વાયુસેનાએ બાલાકોટના તે વિસ્તારના ઉચ્ચ રીઝોલ્યુલેશનના ફોટા પણ શેર કર્યા છે. જોકે, મોદી સરકાર નક્કી કરશે કે આ અહેવાલો સાર્વજનિક હશે કે નહીં.
વાયુસેનાના અહેવાલ અનુસાર, બાલાકોટમાં 80 ટકા લક્ષ્યાંક સાચા લાગ્યા છે. જે બોમ્બને સ્ટેઇન્ડ કરવામાં આવેલા તે ત્યાં રહેલ બિલ્ડિંગના સીધા અંદર ગયા છે, આ જ કારણ છે કે જે પણ નુકસાન થયું છે તે અંદર જ થયું છે.
અહેવાલને ધ્યાનમાં રાખીએ તો મિસાઈલોનો ઉપયોગ થયો છે. તેઓએ સીધા છતને છૂટી કરી અને તેમના ટારગેટ પર વાર કર્યો. એરફોર્સના આ અહેવાલ અનુસાર, જ્યારે આ એર સ્ટ્રાઈક કરવામાં આવી તો ત્યાં હાજર તમામ ટારગેટને નષ્ટ કરી દીધા.
26 ની સવારે થઇ હતી એટસ્ટ્રાઈક
આપને જનાવીઓ દઈએ કે 14 ફેબ્રુઆરીએ, જૈશે પુલવામામાં આતંકી હુમલા કરાવ્યો હતો, જેની વિરુદ્ધ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશના છુપાવાના સ્થળોનો નાશ કર્યો હતો. એરસ્ટ્રાઈકમાં સૈન્યે મિરજ-2000 નો ઉપયોગ કર્યો હતો અને જૈશના સ્થળોનો નાશ કર્યો હતો. પાકિસ્તાન સતત દાવા કરે છે કે તેમને ત્યાં કોઈ નુકસાન થયું નથી, માત્ર કેટલાક વૃક્ષો પડી ગયા છે.
વાયુસેનાએ આપ્યો હતો જવાબ
26 મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલા એર સ્ટ્રાઈક પછીથી જ તેના પુરાવા સામે મૂકવાની વાત કરવામાં આવી રહી હતી. તેમના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું મિશન સંપૂર્ણ રીતે સફળ થયું છે, આવામાં પુરાવાને સામે મૂકવાનો નિર્ણય સરકારને જ કરવાનો છે. વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં કોઈ નુકસાન થયું નથી તો શા માટે તેમની વાયુસેના આપણા વિસ્તારમાં આવી અને શા માટે આવી હલચલ છે.
રાજનીતિક ભાષણબાજી
ઘણા વિપક્ષી નેતાઓએ એવી માગણી કરી છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં કરવામાં આવેલ એરસ્ટ્રાઈકના પુરાવા સામે મુકવા જોઈએ. કૉંગ્રેસના તરફથી દિગ્વિજય સિંહ,નીષ તિવારી ઉપરાંત એનડીએમાં ભાજપના સાથી શિવસેનાએ પણ જાહેરમાં એરસ્ટ્રાઈકનું સત્ય જનતાની સામે રાખવાની વાત કહી હતી. જો કે, સરકાર અને ભાજપ ત્ર્ફય્જી દરેક વખતે કહેવામાં આવ્યું કે વિરોધ પક્ષો સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે.