Not Set/ આજે પ્રથમ તબક્કાનું મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસ સાથે મતભેદનો આપ્યો કુમારસ્વામીએ રદિયો

બુધવારે કર્ણાટકમાં જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. બપોરે બે વાગે કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ થશે. જેડીએસના ઓછામાં ઓછા બાર ધારાસભ્ય શપથ લેશે જ્યારે કોંગ્રેસનાં 22  મંત્રી શપથ લેશે. કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે, બુધવારે 6 જૂને પ્રથમ તબક્કામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. કુમારસ્વામીએ મંત્રીમંડળના પ્રથમ તબક્કાના વિસ્તરણ પહેલા આજે કહ્યું હતું […]

Top Stories India
karnataka swearing in ceremony d7882276 68e1 11e8 af35 5e950c6035ab આજે પ્રથમ તબક્કાનું મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસ સાથે મતભેદનો આપ્યો કુમારસ્વામીએ રદિયો

બુધવારે કર્ણાટકમાં જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. બપોરે બે વાગે કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ થશે. જેડીએસના ઓછામાં ઓછા બાર ધારાસભ્ય શપથ લેશે જ્યારે કોંગ્રેસનાં 22  મંત્રી શપથ લેશે.

કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે, બુધવારે 6 જૂને પ્રથમ તબક્કામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. કુમારસ્વામીએ મંત્રીમંડળના પ્રથમ તબક્કાના વિસ્તરણ પહેલા આજે કહ્યું હતું કે, મંત્રીમંડળ વિસ્તરણના પ્રથમ તબક્કામાં જેડીએસના સભ્યોને સામેલ કરવામાં આવશે. બે ત્રણ જગ્યા ખાલી રાખવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે પણ કેબિનેટ વિસ્તરણના અહેવાલને સમર્થન આપ્યું છે. કોઇ પણ પ્રકારના મતભેદ હોવાના અહેવાલને કુમારસ્વામીએ રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, સાનુકુળ રીતે સરકાર ચાલી રહી છે.

કોંગ્રેસની તરફથી આ બની શકે છે મંત્રી.

આરવી દેશપાંડે,

શંકર,

શિવાનંદ પાટીલ,

પ્રિયાંક ખડગે,

ડીકે શિવકુમાર,

જમીર અહમદ,

વેંકટારમપ્પા,

પુત્તરંગા શેટ્ટી,

તુકારામ,

રમેશ જારાકિહોલી,

યુટી ખાડર,

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે મંગળવાર રાતે દિલ્લીમાં દિલ્લીમાં રાહુલ ગાંધી સાથે મુલાકત કરી હતી. ત્યારપછી તેમણે કહ્યું કે અંદાજે બધું જ ફાઈનલ થઇ ગયું છે. અમે અમારા મંત્રીઓના વિભાગ વિશે અમારો પ્રસ્તાવ તેમને મોકલી દીધો છે. રાહુલ ગાંધી તેને મંજુરી આપી દેશે તે ફાઈનલ થઇ જશે પછી તેની માહિતી મીડિયાને આપી દેવામાં આવશે.