સુરત
સુરત પોલીસે બિલ્ડરને ધમકી આપનારા છોટા રાજન ગેંગેના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કરોડોની જમીન મામલે બે બિલ્ડરો વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી માથાકૂટ ચાલી રહી હતી.
એક બિલ્ડરે છોટા રાજન ગેંગ મારફતે બીજા બિલ્ડરને જમીન મામલે પતાવટ કરવા ઘમકી આપવામાં આવી હતી અને જો તે પતાવટ નહિં કરે તો તેની હત્યા કરવાામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.
જેની બિલ્ડર દ્વારા સુરત પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે તપાસ કરતા સુરત ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી લેવામાં લીધા છે.
ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ પણ બિલ્ડરને બે કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન આવ્યો હતો જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચ કરી રહી હતી ત્યારે બીજી ફરિયાદ મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ સુરત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.