Not Set/ રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

બ્રિટનમાં આજ કાલ કોઈ વાતને લઇ ભારે ચર્ચાઓ થઇ રહી હોય તો તે રોયલ વેડિંગની છે. શનિવારનો દિવસ સમગ્ર ઈંગ્લેંડ માટે ખાસ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ દિવસે પ્રિન્સ હૈરી અમેરિકી અભિનેત્રી મેગન માર્કેલ સાથે લગ્ન કરી રહ્યા છે. શનિવારે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આ રોયલ જોડી એક બીજાના થયા છે. Prince Harry […]

World Trending
DdjrDy3XkAAh999 રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

બ્રિટનમાં આજ કાલ કોઈ વાતને લઇ ભારે ચર્ચાઓ થઇ રહી હોય તો તે રોયલ વેડિંગની છે. શનિવારનો દિવસ સમગ્ર ઈંગ્લેંડ માટે ખાસ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ દિવસે પ્રિન્સ હૈરી અમેરિકી અભિનેત્રી મેગન માર્કેલ સાથે લગ્ન કરી રહ્યા છે. શનિવારે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આ રોયલ જોડી એક બીજાના થયા છે.

એકબાજુ જ્યાં આ રોયલ વેડિંગની દુનિયાભરના લોકોની નજર ટકેલી છે ત્યારે બીજી બાજુ આ વેડિંગ માટે કરવામાં આવેલા ખર્ચની ચર્ચાઓ થઇ રહી છે. કારણ કે આ લગ્નમાં કરવામાં આવેલા ખર્ચનો અંદાજ પણ શાહી હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિન્સ હૈરી અને અમેરિકી અભિનેત્રી મેગન માર્કેલના લગ્નમાં ૨૯૩ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

0a96b6af4259c688e21dba17b05e11bb રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

જુઓ, આ રોયલ વેડિંગમાં કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો વધુ ખર્ચ  :

આ રોયલ વેડિંગમાં શામેલ થઇ રહેલા ૬૦૦ મહેમાનો માટે હલકું જમવાનું અને ખાસ મીઠાઈનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે લેમન ફ્લેવરવાડી એક શાનદાર કેક પણ બનાવવામાં આવી છે.

71kvfY9h9JL. SX425 રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

આ ઉપરાંત આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માટે લંચ અને ડીનરની પણ વ્યવસ્થા કરાઈ રહી છે જયારે ૨૬૪૦ મહેમાનોને ચા-નાસ્તો પણ કરવામાં આવશે તેમજ શૈમ્પેન અને વ્હિસ્કીની પણ વ્યવસ્થા છે.

gallery 5 3 રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

આ લગ્ન માટે સેન્ટ જ્યોર્જ ચેપલ અને વિન્ડસર કેસલની પસંદગી કરવામાં આવી છે.

જયારે રિસેપ્શન માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ માટે એક ગ્લાસની ખાસ જગ્યા તૈયાર કરવામાં આવશે, જેને બનાવવા માટે અંદાજે ૩ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

royal wedding activities where to watch time party uk 959937 રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

અમેરિકી અભિનેત્રી અને પ્રિન્સ હૈરીની પત્ની બનવા જઈ રહેલી માર્કેલ માટે લંડનના એક ડિઝાઈનર દ્વારા એક ખાસ ડ્રેસ તૈયાર કરાયો છે, પરંતુ હજી સુધી એ વાત સામે આવી નથી કે આ ખાસ દિવસ પર તેઓ શું પહેરશે.

પ્રિન્સ હૈરી અને માર્કેલની શાહી લગ્ન માટે સજાવટનો પણ ખાસ આયોજન કરાયું છે. આ રોયલ વેડિંગ માટે માત્ર ૮૮ લાખ રૂપિયા માત્ર ફૂલો માટે ખર્ચ કરવામાં આવશે.

prince harry meghan markle engagement 1512083268 રોયલ વેડિંગ : પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલના થયા શાહી લગ્ન, આ તૈયારીઓ માટે કરવામાં આવ્યો કરોડો રૂ.નો ખર્ચ

બીજી બાજુ આ રોયલ વેડિંગની સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. લગ્નના સ્થળની આજુબાજુ સુરક્ષાનો પુખ્તો બંધોબસ્ત કરવામાં આવ્યો છે. જાણકરી મુજબ, આ લગ્નની સુરક્ષા પર અંદાજે ૨૭૦ કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવશે.

બીજી બાજુ આ રોયલ વેડિંગ પર થઇ રહેલા ખર્ચ અંગે બ્રિટનમાં વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે, કરદાતાઓના પૈસા આ રીતે બર્બાદ કરવામાં આવી રહ્યો છે.