Anand/ ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબ્યા, બેના મોત

બાળકો ખેતરમાંથી પસાર થતી કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાથી ચારેય બાળકો કેનાલના પાણીમાં તણાયા હતા.

Gujarat Others
કેનાલમાં ન્હાવા
  • આણંદઃ કેનાલમાં 4 બાળકો ડૂબ્યા
  • ઉમરેઠની રતનપુરા મોટી કેનાલની ઘટના
  • 2 બાળકોના મોત, 2ને બચાવ્યા
  • ફાયર વિભાગે 2 બાળકોને બચાવ્યા.

આણંદ કેનાલમાં 4 બાળકો ડૂબ્યા ની ઘટના સામે આવી છે. ઉમરેઠની રતનપુરા મોટી કેનાલમાં આ ઘટના બની હતી. જેમાં 2 બાળકોના મોત, 2નો અબળ બચાવ કરવામાં આવ્યો છે. ગરમીથી બચવા માટે ન્હાવા ગયા જતાં બાળકોને મોત મળ્યું હતું. વહેતા પાણીમાં બાળકોએ  બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ  દોડી આવ્યા હતા.આણંદ ફાયર વિભાગ ઘટના સ્થળે પોહચી હતી..

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા પાસેથી પસાર થતી રતનપુરા કેનાલની આ ઘટના છે. ગામના આ બાળકો ખેતરમાંથી પસાર થતી કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાથી ચારેય બાળકો કેનાલના પાણીમાં તણાયા હતા. કેનાલમાં તણાયા બાદ બાળકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. જે બાદ ત્યાંથી પસાર થઈ રહેલાં રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ થતાં આણંદ ફાયર વિભાગ પણ તાત્કાલિક પહોંચ્યું હતું. બાદમાં ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ફાયર વિભાગે બે બાળકોને બચાવી લીધા હતા.

આ સિવાય ફાયર વિભાગે બે બાળકોનાં મૃતદેહ પણ બહાર કાઢ્યા છે. બાદમાં બાળકોનાં મૃતદેહને ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી. કેનાલમાં ગામના બાળકો ડૂબ્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. જો કે, બે બાળકોનાં મોત બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પહેલા થોડા દિવસો અગાઉ સુરતના રાંદેર કોઝવેમાં ન્હાતી વેળાએ ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં બે બાળકોના શબ મળી આવ્યા હતા,જ્યારે જયારે એક બાળકીનો કોઈ પતો લાગ્યો ના હતો. બીજી તરફ બાળકોના મોતને લઈને પરિવારો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.મળતી માહિતી મુજબ સુરતના રાંદેર કોઝવે પાસે ઇકબાલ નગરમાં રહેતો ૮ વર્ષીય શાહદત અલી રહીમ અલી શાહ, તેનો 12 વર્ષીય ભાઈ રમઝાન અને સબંધી 7 વર્ષીય મોહમદ કર્મ અલી ઝાકીર અલી અલી ફકીર, તથા 13 વર્ષીય સાનિયા શેખ ઘર પાસે રમતા રમતા કોઝવેના પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

આ પણ વાંચો:આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા, આ રાજ્યોમાં ભારે પવન, વરસાદ આપશે ઠંડક