મોરબી/ હરખના તેડામાં ટોપરાપાક ખાધોને દવાખાનાના તેડા આવ્યા! હળવદમાં 70ને ફૂડપોઇઝનિંગ

હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી, રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા

Gujarat Others
ફૂડપોઇઝનિંગ

હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી હતી. ફૂડપોઇઝનિંગ ને કારણે હળવદના સ્થાનિક અને રાતભેર ગામથી આવેલા 70 જેટલા મહેમાનોને ઝાડા – ઉલટી શરૂ થઈ જતા મહેમાનોને સરકારી અને ખાનગી દવાખાના ના તેડા આવી ગયા હતા.

આ પણ વાંચો :કાંકરિયામાં ફરી એકવાર દુર્ઘટના ટળી, મોડી રાત્રે હોરર હાઉસમાં લાગી આગ

મળતી માહિતી અનુસાર, આજે હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણભાઈ રાતડીયાના ઘેર આજે શુભ પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવમાં આવ્યો હતો જેમાં રાતભેર ગામેથી મોટી સંખ્યામાં મહેમાનો હરખના તેડામાં આવ્યા હતા.

બીજી તરફ બપોરના સમયે મનભાવતા ભોજનીયા સાથે મીઠાઈમાં ટોપરપાક રાખવામાં આવ્યો હતો અને શુભ પ્રસંગે સૌ કોઈએ આનંદથી ભરપેટ ભોજન કર્યું હતું. પરંતુ ભોજન બાદ મહેમાનોને અજુગતા અનુભવો સાથે  હડિયાહળી થઈ જતા સાંજ સુધીમાં 70 જેટલા મહેમાનોને દવાખાનાના તેડા આવી ગયા હતા.

બીજી તરફ રાતભેર ગામેથી આવેલા મહેમાનોને પણ પેટમાં ગુડગુડિયા શરૂ થતાં માથક સહિતના  આજુબાજુના ગામમાં ઉપરાંત હળવદ સુધી દવાખાને દોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શુભ પ્રસંગે જમણવારમાં હળવદના મીઠાઇના વેપારીને ત્યાંથી ટોપરાપાક ખરીદ કરવામાં આવ્યો હોય ફૂડપોઇઝનિંગ ને કારણે આ વેપારીને પણ હાલમાં પરસેવા છૂટી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો :રાજકોટની યુવતીની જૂનાગઢ ભવનાથમાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જાણો

આ પણ વાંચો :સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડક્ટરના અભાવે વધુ 18 ટ્રીપ બંધ કરાતા મુસાફરો રઝળ્યાં

આ પણ વાંચો :સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની બેઠક યોજાઈ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીઘૂના અને લુમાકોટડીની અને હિરાસરની સ્થળાંતર પ્રક્રિયા તેજ