Not Set/ સુરત/ વેપારીએ 2 કરોડમાં ઉઠમણું કર્યું, 39 જોબવર્કર્સ સલવાયા

મિલેનિયમ માર્કેટમાં 2 કરોડમાં ઉઠમણું કર્યું ઝોયા ટેક્સટાઇલ સુરેશ ચુડાસમા સામે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 3 દલાલ સામે પણ ફરિયાદ નોંધાઈ એમ્બ્રોઇડરીના 39 જોબવર્કર્સના 1.38 કરોડ સલવાયા સુરતના રીંગરોડ ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં વેપારી 2 કરોડ રૂપિયામાં ઉઠમણું કરી છું થઈ ગયો છે. આ વેપારી 49 જોબવર્ક કરનારાના રૂપિયા .1.38 કરોડ ચુકવ્યા વિના ભાગી જતાં ભોગ […]

Gujarat Surat
froud સુરત/ વેપારીએ 2 કરોડમાં ઉઠમણું કર્યું, 39 જોબવર્કર્સ સલવાયા
  • મિલેનિયમ માર્કેટમાં 2 કરોડમાં ઉઠમણું કર્યું
  • ઝોયા ટેક્સટાઇલ સુરેશ ચુડાસમા સામે ફરિયાદ
  • સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
  • 3 દલાલ સામે પણ ફરિયાદ નોંધાઈ
  • એમ્બ્રોઇડરીના 39 જોબવર્કર્સના 1.38 કરોડ સલવાયા

સુરતના રીંગરોડ ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં વેપારી 2 કરોડ રૂપિયામાં ઉઠમણું કરી છું થઈ ગયો છે. આ વેપારી 49 જોબવર્ક કરનારાના રૂપિયા .1.38 કરોડ ચુકવ્યા વિના ભાગી જતાં ભોગ બનેલા જોબવર્ક કરનાર એક યુવાને સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે એક દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરેલીના વતની અને સુરતમાં કઠોદરા ગામ ખાતે રહેતા 40 વર્ષીય અનિલભાઈ બાલુભાઈ માકાણી મિલેનિયમ માર્કેટમાં એમ્બ્રોયડરી જોબવર્કનું કામ કરે છે. તેઓ  મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ઝોયા ટેક્ષ્ટાઈલના નામે વેપાર કરતાં સુરેશભાઈ અશોકભાઈ ચુડાસમા સાથે સાડી અને  ચાનીયાચોળી પર ડાયમંડ વર્કનું કામ કરતાં હતા. જેમાં પેમેન્ટ 60 દિવસમાં ચૂકવવાનો સુરેશભાઈએ વાયદો કર્યો હતો. અને તે શરતે તેમના ત્યાં કામ કરી રહ્યા હતા.

અનિલભાઇ પાસે 26 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર, 2019 દરમિયાન રૂ. .4,28,731 નું ડાયમંડ જોબવર્ક કરાવી માલ તેમના આઈમાતા રોડ રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલ ખાતે  મગાવી લીધો હતો. પણ પેમેન્ટ માટે વાયદા કાર્ય હતા. તો સાથે વચ્ચે રહેલા દલાલ મુકેશભાઈએ પણ દિવાળી પહેલા પેમેન્ટ મળી જશે તેવી વાત કરી પણ પછી અનિલભાઇનો ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આથી કંટાળીને અનિલભાઇ મિલેનિયમ માર્કેટ સુરેશભાઈની દુકાને પહોંચ્યા તો તે બંધ હતી અને તેમના જેવા અનેક જોબવર્કરો ઉઘરાણી માટે ત્યાં હાજર હતા.

સુરેશ ચુડાસમાંએ ત્રણ દલાલો મુકેશ બલર, ભાવેશભાઈ, પરેશભાઈ મારફતે તમામ જોબવર્ક કરવા વાળા પાસે પોતાના માળનું જોબ વર્ક કરાવીને પેમેન્ટ કર્યા વગર ઉઠમણું કરી નાંખ્યું હતું. આથી અનિલભાઇએ તેમના સહિત ૩9 એમ્બ્રોઇડરી-ડાયમંડ જોબવર્કરોના .1.38 કરોડની છેતરપીંડીની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોધાવી હતી. જેમાં પોલીસે  દલાલ મુકેશ સાથે અન્ય બે દલાલોની પણ ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.