Not Set/ ભાવનગર મનપાએ સ્વચ્છ ભારત મિશનની ઉડાવી હાંસી, સ્વચ્છતા ક્રમાંકમાં ૮૪ માં ક્રમેથી સીધુ ૧૩૧ પર પહોચ્યું

ભાવનગર મનપા જાણે સ્વચ્છ ભારત મિશનની હાંસી ઉડાડવાનું નક્કી કરી બેઠું હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરોત્તર પ્રગતિ કરવાને સ્થાને ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા ક્રમાંકમાં સીધા જ 47 કર્મ પાછળ ધકેલાઈ ગયી છે. સ્વચ્છતાના નામે કરોડોનો ખર્ચ કરતી ભાવનગર મહાનગર પાલિકા સ્વચ્છતા રેન્કિંગમાં ૪૭ ક્રમાંક પાછળ જઈ ૧૩૧ પર પહોચ્યું. સ્વચ્છતા માટે ભાવનગર મહાનગર પાલિકાના શાસકો […]

Gujarat Others
bhavnagar ભાવનગર મનપાએ સ્વચ્છ ભારત મિશનની ઉડાવી હાંસી, સ્વચ્છતા ક્રમાંકમાં ૮૪ માં ક્રમેથી સીધુ ૧૩૧ પર પહોચ્યું

ભાવનગર મનપા જાણે સ્વચ્છ ભારત મિશનની હાંસી ઉડાડવાનું નક્કી કરી બેઠું હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરોત્તર પ્રગતિ કરવાને સ્થાને ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા ક્રમાંકમાં સીધા જ 47 કર્મ પાછળ ધકેલાઈ ગયી છે.

સ્વચ્છતાના નામે કરોડોનો ખર્ચ કરતી ભાવનગર મહાનગર પાલિકા સ્વચ્છતા રેન્કિંગમાં ૪૭ ક્રમાંક પાછળ જઈ ૧૩૧ પર પહોચ્યું. સ્વચ્છતા માટે ભાવનગર મહાનગર પાલિકાના શાસકો જાણે નાટક કરતા હોય તેમ સ્વચ્છ ભારતના નેજા હેઠળ અનેક કાર્યક્રમો કરવા છતાં ભાવનગર ૮૪ માં ક્રમે થી સીધુ ૧૩૧ પર પહોચ્યું છે. જો કે તંત્ર હજુ પણ ફાઈનલ રાઉન્ડમાં આગળ આવવાની વાતો કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા માટે મહાનગર પાલિકાઓને રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં ભાવનગર શહેર ગત રેન્કિંગમાં ૮૫ માં ક્રમે પહોચ્યું હતું અને સ્વચ્છતામાં વધુ ધ્યાન આપી આ રેન્કિંગ થી આગળ વધી ૫૦ સુધી પહોચવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અને ભાવનાર શહેરમાં મહાનગર પાલિકા તંત્ર અને પદાધિકારીઓ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે.

ત્યારે ૨૦૨૦ માં બીજા તબક્કામાં ભાવનગર મહાનગર પાલિકા આગળ વધવાને બદલે પાછળ ધકેલાઈ ગયું છે. ગત સમયમાં ૮૪ માં ક્રમે રહેલું મહાનગર પાલિકા આ વર્ષે ૧૩૧ માં ક્રમ પર પહોચી ગયું છે. ભાવનગર શહેરના મુખ્ય માર્ગે, રહેણાકી વિસ્તાર, અને બજારોમાં સ્વચ્છતા જોઈ તેમજ શહેરના મુખ્ય મથકો પર કચરા પેટી લગાવી અને ઘરે ઘરે થી કચરો ઉપાડી જાહેરમાં કચરો નહી થવા દેવા સહીતના અનેક પ્રયાસો મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં ભાવનગર મહાનગર પાલિકાને જે રેન્કિંગમાં પીછે હઠ થઇ તે પદાધિકારીઓ અને અધિકારીઓની બેદરકારી સામે આવી હોય તેવી લાગી રહ્યું છે.

ભાવનગર મહાનગર પાલિકા સ્વચ્છતા ક્રમાંકમાં પાછળ ધકેલાયું છે જેને લઈ મહાનગર પાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાણવામાં આવ્યું કે આ ક્રમાંક ૪૨૦ જેટલી મહાનગર પાલીકાઓની વચ્ચે હરીફાઈ અને સ્વચ્છતા જોઈ રેન્કિંગ આપવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેર કરતા જે નાના સીટી હોય છે તે ઝડપ થી પોતાના શહેરને સ્વચ્છ કરાવી સ્થાન આગળ મેળવી શકે છે સાથે જ ભાવનગરનું જે ડમ્પિંગ સ્ટેશન છે ત્યાં કચરાનો કોઈ નિકાલ નથી. આવા કેટલાક કારણોને પગલે ભાવનગર પાછળ ગયું છે. પણ હજુ તો આ ફાઈનલ રેન્કિંગ નથી તો આગામી સમયમાં વધુ મહેનત કરી ભાવનગરનું રેન્કિગ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

જો કે સ્વચ્છતા મુદ્દે તો વિરોધ પક્ષ દ્વારા પણ આક્ષેપ કરતા જણાવ્યું કે ભાવનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ માત્ર મોટા મોટા કાર્યક્રમો કરી તાઈફા કરવામાં પડ્યું છે. રાજ્યના અન્ય શહેર કરતા ભાવનગર મહાનગર પાલિકા સફાઈ સહીતના વેરા પણ વધુ વસુલે છે પણ છતાં કોઈ પ્રજા લક્ષી કર્યો કરવામાં શાશક પક્ષને કોઈ રસ નથી. અને ભાવનગર શહેરમાં કચરો અને સફાઈ જેસે થે રહે છે. જેના માટે પદાધિકારીઓ પોતે સફાઈ કરવાના નાટક કરવાને બદલે સફાઈ કામદારોની ભરતી કરે તો વધુ સારું રહેશે. અને જેના માટે વિરોધ પક્ષ પણ સાથ આપશે.

ભાવનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટના ડમ્પિંગ પર હાલ જોવા જઈએ તો કચરાના ઢગ જામી ગયા છે અને મહાનગર પાલિકા આ કચરા થી ખાતર, વીજળી જેવા અનેક પ્રકારના પ્રજાને ઉપયોગી કર્યો કરી શકે અને સાથે જ કચરાનો નિકાલ પણ થઇ જાય પણ લાગી રહ્યું છે કે ભાવનગર મહાનગર પાલીકાને માત્ર ને માત્ર વાતો જ કરતુ હોય તેવું લાગી રહ્યું છે જેના લીધે જ ભાવનગર મહાનગર પાલિકા રેન્કિંગ માં ૪૭ ક્રમ પાછલા ધકેલાઈને ૮૪ પર થી ૧૩૧ પર પહોચી ગયું છે ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગર પાલિકા જે દાવો કરી રહ્યું છે કે આગામી સમયમાં રેન્કિંગ આગળ આવશે તે સાચું પડશે કે વધુ પાછળ ધકેલાય જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.