Not Set/ વલસાડ તંત્રનું સરાહનીય કામ…બાળ મજૂર મુક્ત અભિયાન ચાલાવી આટલા બાળકોને છોડાવ્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં બાળકો ભિક્ષુકવૃત્તિ  અને બાળ મજૂરી કરતા જોવા મળી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેકટરના ધ્યાનમાં વાત  આવતા વલસાડ જિલ્લા કલેકટર ની સૂચનાથી વલસાડ જિલ્લા પોલીસ વિભાગ , જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને પ્રથમ ચાઈલ્ડ લાઈન સંસ્થા દ્વારા વલસાડ શહેરમાં બાળ મજૂરોને  મુક્ત કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. […]

Gujarat Others
408a1c4f773c6205f82e48686d18d1de વલસાડ તંત્રનું સરાહનીય કામ...બાળ મજૂર મુક્ત અભિયાન ચાલાવી આટલા બાળકોને છોડાવ્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં બાળકો ભિક્ષુકવૃત્તિ  અને બાળ મજૂરી કરતા જોવા મળી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેકટરના ધ્યાનમાં વાત  આવતા વલસાડ જિલ્લા કલેકટર ની સૂચનાથી વલસાડ જિલ્લા પોલીસ વિભાગ , જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને પ્રથમ ચાઈલ્ડ લાઈન સંસ્થા દ્વારા વલસાડ શહેરમાં બાળ મજૂરોને  મુક્ત કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

વલસાડ જિલ્લા પોલીસના જવાનો ,બાળ સુરક્ષા વિભાગના અધિકારી અને કર્મચારીઓ અને પ્રથમ ચાઈલ્ડ લાઈન  સંસ્થાના સ્વયંસેવકોની સાથે મળી વલસાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ પાંચ ટીમો જોડાઈ હતી. અને વલસાડ શહેરના આઝાદ ચોક, શહીદ  ચોક , મચ્છી માર્કેટ ,મટન માર્કેટ અને સ્ટેશન રોડ અને સ્ટેડિયમ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન  ખાણીપીણીની લારીઓ પર અને દુકાનોમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. સાથે કેટલા બાળકો ભિક્ષુક વૃત્તિ પણ કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ કાર્યવાહીમાં 10 બાળ મજૂરને મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો જોખમી રીતે કોરોના કાળ માં મજૂરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા તમામ નો કબજો લઇ તેમના પુનર્વસન માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તંત્રના અધિકારીઓએ આ બાળકોને અને તેમના વાલીઓને માર્ગદર્શન આપી ફરી બાળ મજૂરીમાં ન જોડાવા માટે સલાહ આપી સમજાવ્યા હતા. જોકે અત્યારે તો વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ ,પ્રથમ ચાઈલ્ડ લાઈન સંસ્થા  અને વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ બાળ મજૂરોને મુક્ત કરાવી આગળની  જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews