Not Set/ મુકેશ અંબાણીએ વોરેન બફેટ અને એલન મસ્કને છોડ્યા પાછળ, ટોચનાં ધનિકોની યાદીમાં પહોંચ્યા…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી વિશ્વનાં ટોચનાં 10 ધનિક લોકોની યાદીમાં સાતમાં સ્થાનેથી પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. એશિયાનાં રહીશ મુકેશ અંબાણી થોડા દિવસો પહેલા ચોથા સ્થાને પહોંચ્યા હતા. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરમાં વધારો થવાને કારણે અંબાણીની રેન્કિંગમાં આ ઉછાળો આવ્યો છે. રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની યુ.એસ. કંપનીની ઘોષણાથી આરઆઈએલનો શેરમાં વધારો જોવા મળ્યો અને […]

Business
f47b70e52aa3f83b5d3d66e303e6bfdc મુકેશ અંબાણીએ વોરેન બફેટ અને એલન મસ્કને છોડ્યા પાછળ, ટોચનાં ધનિકોની યાદીમાં પહોંચ્યા...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી વિશ્વનાં ટોચનાં 10 ધનિક લોકોની યાદીમાં સાતમાં સ્થાનેથી પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. એશિયાનાં રહીશ મુકેશ અંબાણી થોડા દિવસો પહેલા ચોથા સ્થાને પહોંચ્યા હતા. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરમાં વધારો થવાને કારણે અંબાણીની રેન્કિંગમાં આ ઉછાળો આવ્યો છે. રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની યુ.એસ. કંપનીની ઘોષણાથી આરઆઈએલનો શેરમાં વધારો જોવા મળ્યો અને શેર વિક્રમી ઉંચાઇએ પહોંચી ગયા. રિલાયન્સ જિયો પછી હવે સિલ્વર લેક 7500 કરોડમાં રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો ખરીદશે.

જણાવી દઇએ કે, એશિયાનાં સૌથી ધનિક મુકેશ અંબાણીનાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં શેર ગુરુવારે શેર બજારોમાં કારોબારની શરૂઆતથી લાંબો કૂદકો લગાવ્યો હતો અને કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.14 લાખ કરોડને પાર કરી ગયું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં તેની કુલ સંપત્તિ વધીને 7.9 અબજ ડોલર થઈ ગઈ હતી. જેના કારણે, તેની કુલ સંપત્તિ હવે 88.4 અબજ ડોલર થઇ ગયો છે. હવે મુકેશ અંબાણી એલન મસ્ક અને વોરન બફેટ કરતા આગળ વધી ગયા છે.

ફોર્બ્સ રિઅલ ટાઇમ બિલેનિયર યાદી મુજબ, માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે. છઠ્ઠા ક્રમે વોરન બફેટ છે અને સાતમાં ક્રમે એલન મસ્ક છે. પ્રથમ ક્રમે એમેઝોનનાં સીઈઓ જેફ બેઝોસ, બીજા બીલગેટ્સ અને ત્રીજા નંબરનાં બર્નાર્ડ આર્નાલ્ટ એન્ડ ફેમિલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ઇતિહાસ 200 અબજ ડોલરની માર્કેટ કેપિટલને સ્પર્શીને ઈતિહાસ રચનાર ભારતની પ્રથમ કંપની બની છે. ટ્રેડિંગ દરમિયાન, આરઆઈએલનાં શેરને ગુરુવારે એક નવો રેકોર્ડ બનાવ્યો. બીએસઈ પર આરઆઈએલનાં શેર 8.45 ટકા વધીને રૂ.2,343.90 નાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. કંપનીની માર્કેટ કેપ ઝડપથી 200 અબજ ડોલરનાં શેરોને પાર કરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.