Not Set/ JIO GigaFiber માટેનું રજીસ્ટ્રેશન થયું શરુ, જાણો, રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર એક ક્લિક પર

નવી દિલ્હી, આજે દેશભરમાં ૭૨માં સ્વતંત્રતા દિવસ પર આઝાદીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબરી સામે આવી છે. રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ GigaFiber માટેનું રજીસ્ટ્રેશન બુધવારથી શરુ થયું છે. જિયો દ્વારા ગીગાફાઈબર ગત મહિને જ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, આ સર્વિસ દ્વારા યુઝર્સને […]

Trending Business
reliance jio gigafiber registrations JIO GigaFiber માટેનું રજીસ્ટ્રેશન થયું શરુ, જાણો, રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર એક ક્લિક પર

નવી દિલ્હી,

આજે દેશભરમાં ૭૨માં સ્વતંત્રતા દિવસ પર આઝાદીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબરી સામે આવી છે. રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ GigaFiber માટેનું રજીસ્ટ્રેશન બુધવારથી શરુ થયું છે.

જિયો દ્વારા ગીગાફાઈબર ગત મહિને જ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, આ સર્વિસ દ્વારા યુઝર્સને ૧ gbpsની ઈન્ટરનેટ સ્પીડ મળશે. હાલમાં યુઝર્સ માત્ર બ્રોડબેન્ડ સર્વિસ માટે જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને ત્યારબાદ કંપનીને દેશના જે એરિયામાંથી સૌથી વધુ રજીસ્ટ્રેશન મળ્યા હશે ત્યાં આ સર્વિસની શરૂઆત કરવામાં આવશે.

રિલાયન્સ AGMમાં મુકેશ અંબાણીએ કર્યું હતું આ સર્વિસનું એલાન

મહત્વનું છે કે, ગત મહિને મળેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGMમાં મુકેશ અંબાણીએ જાણકારી આપી હતી કે, જિયો ગીગાફાઈબર સર્વિસના ઈચ્છુક ગ્રાહકો જિયોની વેબસાઈટ અથવા તો માય જિયો એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સાથે સાથે કંપની દ્વારા દેશભરમાં ૧૧૦૦ શહેરોમાં જિયો ગીગાફાઈબર સર્વિસ પહોચાડવાની આશા જતાવી હતી.

JIO ગીગાફાઈબર માટે આ રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન :

૧. જિયો ગીગાફાઈબરનું રજીસ્ટ્રેશન કરવા માટે જિયોની વેબસાઇટની મુલાકાત લો

૨. અહીં તમને ‘invite JioGigaFiber now’નું લાલ રંગ બટન જોવા મળશે, તેના પર ટેપ કરો અને હવે એક નવું પેજ ખુલશે.

૩. નવા પેજ પરના change બટન પર ક્લિક કરીને તમારું સરનામું દાખલ કરો. સરનામું દાખલ કર્યા પછી, યુઝર્સને submit બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે હજી પણ સ્ક્રીન પર ડિફૉલ્ટ સરનામું જોશો. ત્યારબાદ તમે જે સરનામું દાખલ કર્યું છે તે ઘર અથવા ઓફિસનું છે, તેને પસંદ કરો.

૪. હવે આગળના પેજ પર તમારું નામ અને ફોન નંબર દાખલ કરો પછી generate OTP બટન પર ટેપ કરો.

૫. ત્યારબાદ OTP દાખલ કરો અને તમારા વિસ્તારનો પ્રકાર (સોસાયટી, ટાઉનશિપ, ડેવલપર વગેરે) પસંદ કરો અને પછી submit પર ટેપ કરો.