Not Set/ પોતાને મૃત બતાવી વીમો પકવવા ગયો પરંતુ પોતાની બિછાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો

આરોપી વિશાલ ના મન માં એવું હતું કે કાર માં માણસ સળગાવી પોતાની જાત ને મૃતક સાબિત કરી દેશે જેથી લોન ના બાકી પડતા પૈસા ચુકવવા માંથી બચી જશે સાથે સાથે વિશાલ નો ૬૦ લાખ નો જીવન વીમો પણ હતો જેના પૈસા એને મળી જશે જેથી બાકી નું જીવન આરામ થી જીવી સકસે પરંતુ

Gujarat Surat Trending Uncategorized
priyanka gandhi 24 પોતાને મૃત બતાવી વીમો પકવવા ગયો પરંતુ પોતાની બિછાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો

સુરત ના એક સટોડિયા એ માથે દેવું થઇ જતા જીવન વીમો પકવવા ખેલ કર્યો હતો.  પરંતુ ખેલ ખેલમાં એક નિર્દોષ ની હત્યા કરી નાખી અને પોતાને મૃત બતાવી વીમો પકવવા ગયો. પરંતુ જાતના ખેલ માં જાતેજ ફસાઈ ગયો અનેપોલીસ ના સકંજા માં આવી ગયો.

ગત ૧૩ તારીખ ના રોજ કામરેજ ના ઘલા ગામ પાસે થી રોડ પર  પુલિયા ની બાજુમાં એક ક્રેટા કાર સળગી ને ખાખ થયેલી હાલત માં પડેલી હતી. સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. સળગેલી કાર ની  તપાસ કરતા પોલીસને કારમાં કોઈ ઇસમ સળગી ગયો હોઈ એવા અવશેષો પણ મળી આવ્યા હતા. પોલીસ માટે પ્રશ્ન હતો કે કાર કોની છે. અને અંદર સળગી ને ખાખ થઇ ગયેલો ઇસમ કોણ છે ,જોકે કાર ની નંબર પ્લેટ ના આધારે તપાસ કરતા કાર સુરત ના વિશાલ ગજેરા ની હોવાનું ખુલ્યું હતું . હવે પ્રશ્ન એ હતોકે અંદર સળગી ગયેલો વ્યક્તિ કોણ હતો ?

વિશાલ ગજેરા ના ઘરે તપાસ કરતા વિશાલ ગજેરા ઘટના ના છેલ્લા ત્રણ દિવસ થી કાર સાથે ગાયબ હતો. અને પરિવાર દ્વારા વિશાલ ગજેરા ની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ સુરત ના સરથાણા પોલીસ મથક માં નોંધાઈ હતી. પોલીસ અસમંજસ માં હતી કે શું કાર ની અંદર સળગી ગયેલ વ્યક્તિ વિશાલ ગજેરા છે ? કે પછી વિશાલ ગજેરા નું અપહરણ થયું છે કે એમની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે.

પોલીસ એ વધુ તપાસ હાથ ધરતા ઘટના ના દિવસ થી ત્રણ દિવસ અગાઉ ના હાઈવે તથા સુરત શહેર ના વિવિધ વિસ્તારોના સીસીટીવી તપાસ શરુ કરવાનું શરુ કર્યું અને સીસીટીવી ની તપાસ માં વિશાલ ગજેરા હાઈવે તથા સુરત શહેર ના કેટલા સીસીટીવી માં એકલો ક્રેટા કારમાં આટાંમારતો હોવાનું ખુલ્યું હતું અને તે દિવસ થી પોલીસ વિશાલ ગજેરા ને શોધી રહી હતી.

૨ દિવસ પહેલા સુરત જીલ્લા એસ ઓ જી ને બાતમી મળી હતી કે વિશાલ ગજેરા કામરેજ તાલુકા ના વેલંજા ગામ પાસે ફરી રહ્યો છે. જેથી જીલ્લા એસ ઓ જી એ વિશાલ ની અટકાયત કરી હતી. અને તપાસ માં ચોકાવનારા ખુલાસો થયા હતા. વિશાલ ગજેરા દેવા ના ડુંગર તળે દબાયેલો હતો. હોમ લોન તેમજ કાર ની ટોપ અપ  લોન અને બજાર માંથી વ્યાજે લીધેલા પૈસા શેર બજારમાં ગેર કાયદેસર રીતે થતા ડબ્બા ટ્રેડીંગ માં લગાવી દીધા હતા. અને મોટું નુકશાન થયું હતું. જેથી વિશાલ ના  માથે દેવું થઇ ગયું હતું. જેથી વિશાલ નાસીપાસ થયો હતો. અને ઘટના ના ત્રણ દિવસ અગાઉ થી ઘરે થી નીકળી હાઈવે પર રખડી રહ્યો હતો.

અને કેહવત છે ને કે ” ખાલી દિમાગ સેતાન કા ઘર હોતા હે ” વિશાલ ના મગજ માં સેતાની વિચાર આવ્યા અને વિશાલ એ અંકલેશ્વર હાઈવે ના બસ સ્ટેન્ડ પાસે દારૂ પી ને પડેલા એક અજાણ્યા વ્યક્તિ ને ગાડી માં બેસાડી એના હાથ પગ બાંધી આખો દિવસ કાર માં ફેરવ્યો અને પેટ્રોલ પંપ થી પેટ્રોલ પણ લીધું અને અંધારું થતા જ કામરેજ ના ઘલા ગામ પાસે સુમસામ જગ્યા દેખાતા કાર ને રોડ થી નીચે ઉતારી અને પેટ્રોલ નાખી જીવતા માણસ સાથે કાર સળગાવી દીધી અને ફરાર થઇ ગયો.

આરોપી વિશાલ ના મન માં એવું હતું કે કાર માં માણસ સળગાવી પોતાની જાત ને મૃત સાબિત કરી દેશે. જેથી લોન ના બાકી પડતા પૈસા ચુકવવા માંથી બચી જશે. સાથે સાથે વિશાલ નો ૬૦ લાખ નો જીવન વીમો પણ હતો જેના પૈસા એને મળી જશે જેથી બાકી નું જીવન આરામ થી જીવી શકાય. પરંતુ જીલ્લા એસ ઓ જી ની તલસ્પર્શી તપાસ ને લઇ વિશાલ નો આખો ભાંડો ફૂટી ગયો અને પોલીસ ના હાથે ઝડપાય ગયો ,જોકે આખી ઘટના માં કોઈ લેવા દેવા વગર એક નિર્દોષ વ્યક્તિ એ પોતાનો જીવ ખોવ્યો ,જોકે પોલીસ હાલ એ મૃતક અજાણ્યા વ્યક્તિ કોણ હતો તેની તપાસ કરી રહી છે.