Not Set/ સ્પોર્ટ્સ/ કોહલીએ નામે કર્યો વિરાટ રેકોર્ડ, વિશ્વનો પહેલો કેપ્ટન જેણે…

શુક્રવારે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં મેદાનમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 78 રને હરાવ્યું. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. ભારતે બીજી મેચ 7 વિકેટે જીતી હતી જ્યારે પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. અંતિમ ટી20 મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ 17 બોલમાં 1 ચોક્કા અને 2 […]

Uncategorized
Virat Kohli સ્પોર્ટ્સ/ કોહલીએ નામે કર્યો વિરાટ રેકોર્ડ, વિશ્વનો પહેલો કેપ્ટન જેણે...

શુક્રવારે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં મેદાનમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 78 રને હરાવ્યું. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. ભારતે બીજી મેચ 7 વિકેટે જીતી હતી જ્યારે પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

Image result for virat kohli

અંતિમ ટી20 મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ 17 બોલમાં 1 ચોક્કા અને 2 છક્કાની મદદથી 26 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે પ્રથમ રન બનાવતા જ એક વિશેષ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.  રનમશીન કહેવાતા કોહલીએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 11000 રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો પહેલો અને દુનિયાનો છઠ્ઠો કેપ્ટન બની ગયો છે.

કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બનાવવાનો રેકોર્ડ હવે કોહલીનાં નામે છે. તેણે 196 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. કેપ્ટન તરીકે આ સિદ્ધિ કરવા માટે પોટિંગે 252 ઇનિંગ્સ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.