સ્વચ્છતા/ જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

સામાન્ય રીતે જ્યાં મેળો ભરતો હોય એવા સ્થળે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના લોકો આવતા હોય અને મેળો સમાપ્ત થાય ત્યારે ગંદકીના ઢગલા જોવ મળે છે, પરંતુ જામનગર ખાતે કઈક જુદું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

Gujarat Others
l5 2 જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી આજે શ્રાવણી લોકમેળો પણ પૂર્ણ થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકોમેળાનું આયોજન કરાયું છે.  જ્યારે આ લોકમેળામાં સ્વચ્છતાને લઈ ખુબ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. રાત્રે મેળો બંધ થયા બાદ સફાઈકર્મીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હતી.  મેળાની સફાઈ કામગીરીને લઈ વેપારીઓ સહિત લોકોમાં ખુશી જોવા મળી છે. સ્વચ્છતાને લઈ જામનગરનો લોકમેળો ચર્ચાનો વિષય બન્યો છે.

J2 જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

  • પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ
  • શ્રાવણી લોકમેળો પણ પૂર્ણ થશે
  • લોકમેળામાં સ્વચ્છતાને લઈ ધ્યાન રખાયુ
  • મેળો બંધ થયા બાદ રાત્રે સફાઈ કરવામાં આવતી
  • મેળામાં સ્વચ્છાને લઈ લોકોમાં ખુશી

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ત્યારે શ્રાવણી લોકમેળા પણ આજથી પૂર્ણ થનાર છે. એવામાં જામનગરના લોકમેળામાં સ્વચ્છતા લોકોના આંખે વળગી છે. કારણ કે, રાત્રીભર અહીં સફાઈકર્મીઓ સફાઈ કરે છે અને મેળાની મજા માણવા આવતા લોકોને હાલાકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે.

J4 જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન કરાતું હોય છે.  લોકો પણ મેળામાં ખૂબ ઉત્સાહથી મનોરંજન માણવા જતા હોય છે.  ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકોમેળાનું આયોજન કરાયું છે. જેને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં ઉત્સાભેર ઉમટી પડતા હોય છે. એવામાં મેળાની સફાઈ કામગીરીને લઈને વેપારીઓ સહિત લોકોમાં ખુશી જોવા મળી છે. કારણ કે, સુંદર અને સ્વચ્છ જગ્યા હોય તો બાળકો સહિત લોકો રાઈડ્સ, ખાણી-પીણી ની મજા માણી શકે. સામાન્ય રીતે લોકમેળામાં કાગળ, પ્લાસ્ટિક સહિતની ચીજોનો કચરો થતો હોય છે. પરંતુ લોકમેળામાં સ્વચ્છતા રાખવા અને લોકોને હાલાકી ન થાય તે માટે સફાઈ કામદારો જહેમત ઉઠાવતા હોય છે.

J3 જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

એવામાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના લોકમેળામાં સ્ટોલધારકે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં આવી સફાઈ લોકમેળામાં જોવા નથી મળી, રાત્રિભર સફાઈ કામદારો જહેમત ઉઠાવી મેળાની સફાઈ કરતા હોય છે, અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી કરે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે લોકોને સ્વચ્છતાને પગલે મુશ્કેલી ન થાય તે માટે સતત સફાઈ કામગીરી કરવામાં આવે છે.

J1 જામનગરનો લોકમેળો બન્યો ચર્ચાનો વિષય, રાત્રે મેળો બંધ થયા બાદ કરાતું હતું આવું કાર્ય

દરરોજ 30 જેટલા સફાઈ કામદારો રાત્રીભર મેળાની સફાઈ કરે છે.  ત્યારે આ બાબત લોકોના પણ આંખે વળગી છે.  અને સ્વચ્છતા રાખવામાં જામનગરનો લોકમેળો લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.

લંપીનો કોહરામ/ લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?