Cyber Fraud/ કાર્ડથી પેમેન્ટ કરતા રાખજો ધ્યાન, ખેડૂતે 4 લિટર પેટ્રોલની કિમંત ચૂકવતા બેંક બેલેન્સ થયું ખલ્લાસ

હીરાપરા નામના ખેડૂતે પેટ્રોલની કાર્ડથી ચૂકવણી કરતા ફ્રોડનો શિકાર થતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કરીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Top Stories Gujarat Others
મૃત્યુદરમાં થશે ઘટાડો 62 કાર્ડથી પેમેન્ટ કરતા રાખજો ધ્યાન, ખેડૂતે 4 લિટર પેટ્રોલની કિમંત ચૂકવતા બેંક બેલેન્સ થયું ખલ્લાસ

આજકાલ Payment   કરવા રોકડ રૂપિયા કે ચેકની જરૂરત નથી. Payment માટે ક્રેડિટ કાર્ડ અથવા મોબાઈલની એપથી પેમેન્ટ કરી શકાય છે. પરંતુ Payment કરવા માટેની આ સરળ સુવિધા કેટલીક વખત મોટું નુકસાન કરે છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકાના એક ખેડૂતે કાર્ડથી પેમેન્ટ કરતા મોટો ચૂનો લાગ્યો છે. ખેડૂતે શુક્રવારે ફ્યુઅલ સ્ટેશન પર પર તેના ડેબિટ કાર્ડને એક સ્વાઇપ કર્યા પછી અચાનક તેનું આખું બેંક બેલેન્સ ખલ્લાસ થઈ ગયું.

ખેૂડત બન્યો સાયબર ફ્રોડનો શિકાર

દેવભૂમિ દ્વારકાના હીરપરા નામના ખેડૂતે શુક્રવારે 4 લિટર ફયુઅલ પૂરાવ્યું. ખેડૂતે 4 લિટર ફયુઅલના 400 રૂપિયા આપ્યા. તેના ટૂંક સમયમાં જ તેમને આંચકાજનક ગિફ્ટ મળી અને તેમના બેંક ખાતામાંથી 16,000નું બેલેન્સ ખતમ થઈ ગયું. ખેડૂતે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. નોંધનીય છે કે હીરપરા નામના ખેડૂતે કાર્ડથી ફયુઅલ માટે રૂપિયાની ચૂકવણી કરી હતી.

ચોત્રીસ વર્ષીય ખેડૂત વિશાલ હિરપરાએ પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે 4 લિટર પેટ્રોલની ચૂકવણી કરવા તેમણે પીઓએસ) મશીન પર કાર્ડ સ્વાઈપ કર્યું. તેના બાદ તુરંત જ તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા. આ સાથે તેમણે પોલીસને ડેબિટ કાર્ડની વિગતો પણ આપી હતી. સાથે તેમણે પોલીસને એમ પણ જણાવ્યું કે ક્યારેય પોતાના કાર્ડની વિગતો અન્ય કોઈ સાથે શેર કરી નથી અને તેના સિવાય અન્ય કોઈને તેના ઓનલાઈન બેંકિંગ ઓળખપત્રની જાણ નથી.

પોલીસની થિયરી

પોલીસનું માનવું છે કે જ્યારે કાર્ડ સ્વાઈપ કરાયુ હશે ત્યારે તે મશીન  સ્કિમર નામના ઉપકરણ સાથે ફીટ કરવામાં આવ્યું હોઈ શકે છે જે ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી વાંચી શકે. સાયબર ક્રાઈમ પોલીસ, સૌરાષ્ટ્ર પ્રદેશના એક સૂત્રએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓની આ એક અનોખી મોડસ ઓપરેન્ડી છે. સ્કિમર્સ, જે મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા કાર્ડ નંબર, પિન અને સીવીવી જેવા ડેટાને ક્લોન કરવા માટે POS ઉપકરણો અને ATM સાથે જોડી શકાય છે, તેનો ઉપયોગ પેટ્રોલ પંપના POS પર થઈ શકે છે.

કાર્ડની વિગતો મેળવ્યા પછી, કૌભાંડકારોએ નાણાંકીય વ્યવહારો પૂર્ણ કરવા માટે હિરપરાનો ફોન હેક કર્યો હોઈ શકે છે. છેતરપિંડીમાં વધુ વિગતો ના મેળવી શકે માટે કૌભાંડકારોએ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છોડવાનું ટાળવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરીને ગિફ્ટ આર્ટિકલની ખરીદી કરી ભારે ડિસ્કાઉન્ટ પર વેચાણ કર્યું હોઈ શકે તેમ પોલીસે જણાવ્યું હતું. હિરપરાના કાર્ડની વિગતો અગાઉ ડાર્ક વેબ પર અથવા ટેલિગ્રામ ચેનલો દ્વારા વેચવામાં આવી હોવાની શક્યતાને પણ પોલીસે નકારી ન હતી. તે માત્ર સંયોગ હોઈ શકે કે તેણે ફ્યુઅલ સ્ટેશન પર તેનું કાર્ડ સ્વાઈપ કર્યા પછી પૈસા ગુમાવ્યા.

ગેંગની મોડસ ઓપરેન્ડી

સૂત્રોએ જણાવ્યું હતું કે આ મોડસ ઓપરેન્ડી શહેરના એક કિશોરની આગેવાની હેઠળની ગેંગ સાથે મેળ ખાય છે. છોકરાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી, 5 કરોડ રૂપિયાના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદ્યા અને વેચ્યા. ક્રેડિટ કાર્ડમાંથી બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાની સાથે અને જ્યારે જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.