સામાજિક મોભીનું નિધન/ હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર હળવદ પંથકમાં શોક વ્યાપી ગયો છે.

Gujarat
Amrutlal Anadkat death હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

હળવદ: હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર હળવદ પંથકમાં શોક વ્યાપી ગયો છે. હળવદમાં વર્ષો સુધી સમાજના સેવા કાર્યોની ધૂણી ધખાવનાર અને લોહાણા સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેનાર તેમજ ભવાની ગ્રુપના મોભી તરીકે સતત માર્ગદર્શન આપનાર અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે દુઃખદ અવસાન થયેલ છે. આજે તેઓની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બેસણું સાત એપ્રિલ 2024ના રોજ શુક્રવારે બપોરે ચાર થી છ લોહાણા મહાજન વાડી હળવદ ખાતે રાખેલ છે.

તેઓ સામાજિક મોરચે શિરમોર હતા. તેમના અનેક સેવાકાર્યોએ હળવદમાં ધૂણી ધખાવી છે. તેના લીધે હળવદ પંથકના લોહાણા સમાજે એક મોભી ગુમાવ્યો છે. તેમની ગેરહાજરીએ સામાજિક ક્ષેત્રે મોટો શૂન્યાવકાશ સર્જયો છે. આ અવકાશ પૂરવો અઘરો છે. હળવદનો લોહાણા સમાજ તેમણે કરેલા કાર્યો માટે તેમનો ઋણી છે. હળવદના લોહાણા સમાજની પ્રગતિની આધારશિલા તેમણે રાખી હતી. તેની સાથે લોહાણા સમાજમાં થયેલા નોંધપાત્ર સામાજિક સુરક્ષાનું શ્રેય પણ તેમણે જાય છે. તેમા પણ ખાસ કરીને છોકરીઓ શિક્ષણ લે તેના માટે તેમણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેની સાથે તેમના સેવાકર્યો હળવદ પંથક ભૂલશે નહી. લોહાણા સમાજના કોઈપણ માનવી તેમના ખભે રડી શકતો, તેઓ મજબૂત મોભી તેઓએ ગુમાવ્યો છે. તેમની વિદાયથી લોહાણા સમાજ સ્તબ્ધ છે. આ ક્યારેય ભૂલી ન શકાય તેવી ખોટ સમાજને પડી છે.

 

આ પણ વાંચોઃ  સલીમ દુર્રાનીનું નિધન/ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના રંગીન ક્રિકેટર સલીમ દુર્રાનીનું નિધન

આ પણ વાંચોઃ America/ અમેરિકામાં તોફાનના લીધે 7 લોકોના મોત અનેક લોકો ઘાયલ

આ પણ વાંચોઃ Amit Shah Rally Tomorrow/ બિહારમાં હિંસા મામલે ગૃહમંત્રીનો સાસારામ અને પટનાનો પ્રવાસ રદ