Not Set/ અમદાવાદ/ પ્રતિકાર યાત્રા પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અટકાયત…

  અમદાવાદ ખાતે આજરોજ હાથરસ ઘટના ના વિરોધમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જન મેદની આ કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં વ્યાપેલા કોરોના કહેરને લઈને આ રેલીને પોલીસ ની મંજુરી નથી. પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રતિકાર રેલીના પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની તેમના અમદાવાદ ખાતેના નિવાસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. […]

Ahmedabad Gujarat
c23e292719032c15db62975d402af40d અમદાવાદ/ પ્રતિકાર યાત્રા પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અટકાયત...
c23e292719032c15db62975d402af40d અમદાવાદ/ પ્રતિકાર યાત્રા પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અટકાયત... 

અમદાવાદ ખાતે આજરોજ હાથરસ ઘટના ના વિરોધમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જન મેદની આ કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં વ્યાપેલા કોરોના કહેરને લઈને આ રેલીને પોલીસ ની મંજુરી નથી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રતિકાર રેલીના પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની તેમના અમદાવાદ ખાતેના નિવાસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. તેમણે આ પહેલા ગઇકાલે પ્રતિકાર રેલીની જાહેરાત કરી હતી. ધ્રાગંધ્રાના જૂના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ,  હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા છે.

જેસીપી અસારીએ આ રેલી અંગે જણાવ્યું હતું કે,  રેલીને મંજૂરી નથી આપવામાં આવી, તેથી તમામ જગ્યાઓ પર પૂરતો પોલીસ ફોર્સ રહેશે. મંજૂરી ન હોવાથી પોલીસ અટકાયત પણ કરશે. કોચરબ આશ્રમથી રેલીનું આયોજન છે. પ્રતિકાર રેલી ન યોજાય તે માટે 3 ડીસીપી અને સેકટર 1 ના તમામ PSI-PIને બંદોબસ્તમાં રખાયા છે. અમદાવાદમાં કોંગ્રેસની નીકળનાર પ્રતિકાર રેલીમાં મોટી સંખ્યામાં જન મેદની ભેઈ થવાની સંભવાના છે. તેને ધ્યાનમાં લઇ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અમુક વિસ્તારો પર ટ્રાફિક બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.