Not Set/ સુરેન્દ્રનગરના થાનગઢમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો,ત્રણ આરોપી પકડાયા

સુરેન્દ્રનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

Gujarat
robbary સુરેન્દ્રનગરના થાનગઢમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો,ત્રણ આરોપી પકડાયા

સુરેન્દ્રનગરના થાનગઢ નજીક વરમાધાર  પાસે  2018માં દુધ મંડળીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 14.80 લાખ ભરેલા થેલાની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓને પકડવામા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે તેમને સફળતા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે વર્ષ 2018માં વરમાધાર નજીક દુધ મંડળીના કર્મચારી બેંકમાંથી રૂપિયા 14.80 લાખ ઉપાડી રીક્ષામાં બેસીને થાનગઢ વરમાધાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાર બુકાની ધારીઓએ કર્મચારી ખીમાભાઇ રબારીને રોકીને તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખીને તેમના હાથમાંથી પૈસા ભરેલો થેલે રૂપિયા 14.80 લાખનો ઝૂંટવી એક કારમાં ફરાર થઇ ગયાં હતાં.

સુરેન્દ્રનગર એલસીબી ને બાતમી મળી હતી  2018માં દુધ મંડળીના કર્મચારીને લૂંટનારા લૂટારૂઓ સોનગઢ ગામની સીમમાં આવવાના છે. તેથી પોલીસે પુરી તૈયારી સાથે સોનગઢ ગામે વાડીના ઓરડીમાં દરોડા પાડિને આરોપીઓ શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા, મહેશ નાથાભાઈ ઝાલા, વાઘાભાઇ મનસુખભાઇ કીહલા ઝડપી પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી.આ આરોપીઓની સઘન પુછપરછ કરતાં તેમણે લૂંટનો ગુનો કર્યો છે તેની કબુલાત કરી હતી.  સાત આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. તેઓ છેલ્લા આઠ દિવસ સુધી આ દુધ મંડળીના કર્મચારીને લૂંટ માટે રેકી કરતા હતા અને કર્મચારી પર નજર રાખતા હતા. ત્યારે કર્મચારી થાનગઢ બેંકમાંથી રૂપિયા ઉપાડી અને નિકળતા તેઓની પાછળથી રીક્ષા આતરી અને તેઓએ રૂપિયા 14.80 લાખની લૂંટ કરી અને વાડીએ જઇને આ લૂંટની રકમનો સરખો ભાગ પાડી લીધો હતો.

પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને લૂંટના રૂપિયા 77 હજાર રોકડા મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા હતા. અન્ય ચાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. હવે પોલીસ ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા ગુન્હાઓ આચરેલા છે અને અન્ય કેટલી જગ્યાએ લૂંટ કરેલ છે તેમજ અન્ય રોકડ રકમ કયા સંતાડેલી છે તેની તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે અઢી વર્ષ પહેલા થયેલા રૂપિયા 14.80 લાખની લૂંટના ભેદ પરથી પડદો પાડી દીધો છે