જુનાગઢ/ ડોક્ટરોની હડતાલ, લોહીથી મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કરી આવી માંગણી

જૂનાગઢમાં છેલ્લા છ દિવસથી વેટરનરી ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર બેઠા છે જ્યારે ગઈકાલે મેગી અને ચા બનાવીને અનોખો વિરોધ કર્યો તો આજે પોતાના લોહીથી પત્ર લખીને સરકારને જગાવાનો પ્રયત્ન કર્યો છે.

Top Stories Gujarat
j4 3 ડોક્ટરોની હડતાલ, લોહીથી મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કરી આવી માંગણી

જુનાગઢમાં વેટ ઈન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ મુદ્દતનો આજે છઠ્ઠો દિવસ છે. સ્ટાઇપેન્ડ મુદ્દે વેટરીનરી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.  વિદ્યાર્થીઓએ લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ચા, મેગી વેચી બૂટ-પોલીસ કરીને વિરોધ નોંધાવ્યો. ત્યારે ડોક્ટરો આઠ ઓગસ્ટથી ભૂખ હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

  • જુનાગઢમાં ડોક્ટરોની હડતાલ
  • સ્ટાઇપેન્ડ મુદ્દે વેટરીનરી વિદ્યાર્થીઓનો વિરોધ
  • લોહીથી મુખ્યમંત્રીને લખ્યો પત્ર
  • ચા,મેગી વેંચી બૂટ-પાલીસ કર્યા
  • ડોક્ટરો 8 ઓગસ્ટથી કરશે ભૂખ હડતાળ

જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વેટરનરી ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર બેઠા છે જ્યારે ગઈકાલે મેગી અને ચા બનાવીને અનોખો વિરોધ કર્યો તો આજે પોતાના લોહીથી પત્ર લખીને સરકારને જગાવાનો પ્રયત્ન કર્યો છે.

જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટી ની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ તથા મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે હડતાલના છઠ્ઠા દિવસે આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના લોહીથી પત્ર લખી અને મુખ્યમંત્રીને પોસ્ટ મારફત મોકલવામાં આવ્યો છે.  જેમની માંગ છે કે તેમનું જે સ્ટાઇપેન્ડ છે તે 4200 થી વધારીને 18000 કરવામાં આવે ગઈકાલે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ ચા મેગી અને બુટપોલીસ કરીને અનોખો વિરોધ કર્યો હતો.  જ્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ઇન્ટરશીપ ભથા કરતાં ચા મેગી વેચવામાં તેમજ બુટ પોલીસ કરવામાં વધુ આવક થાય છે.  એટલે આ વિરોધ કરવામાં આવ્યો હતો જરા આગામી દિવસોમાં સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.

પોરબંદર / નારી શક્તિએ રચ્યો ઇતિયાસ, ભારતીય નૌકાદળની મહિલાઓએ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફટમાં સ્વતંત્ર ઓપરેશન મીશન હાથ ધર્યુ