Not Set/ દિકરી સાથે પિતાએ કર્યો ચાર મહિના સુધી દુષ્કર્મ, મળી આ સજા

મુજફ્ફરનગરની વિશેષ પોક્સો કોર્ટે એક પિતાને પોતાની દીકરી પર દુષ્કર્મ કરવાનો આરોપી માન્યો છે. કોર્ટે 50 વર્ષીય પિતાને 20 વર્ષની સજા અને 56000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિશેષ પોક્સોનાં વકીલ દિનેશકુમાર શર્માનાં જણાવ્યા અનુસાર પોલીસે તેમની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાનાં મામલે 18 ફેબ્રુઆરી, 2016 નાં રોજ તેની સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો […]

Top Stories India
images 41 દિકરી સાથે પિતાએ કર્યો ચાર મહિના સુધી દુષ્કર્મ, મળી આ સજા

મુજફ્ફરનગરની વિશેષ પોક્સો કોર્ટે એક પિતાને પોતાની દીકરી પર દુષ્કર્મ કરવાનો આરોપી માન્યો છે. કોર્ટે 50 વર્ષીય પિતાને 20 વર્ષની સજા અને 56000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિશેષ પોક્સોનાં વકીલ દિનેશકુમાર શર્માનાં જણાવ્યા અનુસાર પોલીસે તેમની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાનાં મામલે 18 ફેબ્રુઆરી, 2016 નાં રોજ તેની સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવતીનાં પિતાએ તેના પર ચાર મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો અને સાથે તેના વિશે કોઈને પણ કહેવા પર તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.

આપને જણાવી દઈએ કે તેલંગાણામાં મહિલા ચિકિત્સકની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરમાં ગમનું વાતાવરણ ફેલાયુ છે. હ્રદય કંપાવી દેતી આ ઘટના બાદ લોકો પોતાનો ખુલ્લો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ મામલે બોલિવૂડથી લઇને રમત જગતનાં લોકો પણ આ આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.