Not Set/ ભાજપના ચાણક્ય ફરી આવશે ગુજરાત, ભગવાન જગન્નાથના કરશે આરતી-દર્શન, આ વિકાસકાર્યોનું લોકાર્પણ

ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને

Top Stories Gujarat
amit shah jagganath ભાજપના ચાણક્ય ફરી આવશે ગુજરાત, ભગવાન જગન્નાથના કરશે આરતી-દર્શન, આ વિકાસકાર્યોનું લોકાર્પણ

ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને અનેક વિકાસના કામોને પ્રજા માટે ખુલ્લા મુક્યા હતા ત્યારે તેઓ ફરી ત્રણ દિવસ માટે ગુજરાત આવનાર છે. 12 જૂલાઈએ અમદાવાદમાં રથયાત્રા યોજાનાર છે ત્યારે 11 જૂલાઈએ સાંજે અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે તે પછી વહેલી સવારે રથયાત્રા પહેલા મંદિરમાં મંગળા આરતી પણ કરશે.

Amit Shah performs Aarti at Jagannath Temple in Ahmedabad, CM Vijay Rupani  flags-off yatra | India News – India TV

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો પરિવાર વર્ષોથી ભગવાન જગન્નાથ મા આસ્થા ધરાવે છે. જેથી સપરિવાર તેઓ દર્શન તેમજ આરતીનો લ્હાવો લેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો પ્રવાસ એટલા માટે મહત્વનો બની રહેશે કેમ કે ગુજરાતમાં અનેક વિસકાના કાર્યોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થશે.

ત્રણ દિવસમાં ત્રણ વિકાસકામોનું લોકાર્પણ

1.11 જૂલાઈએ બોપલ અને વેજલપુરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

2.સાબરમતી વિસ્તારમાં નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન પણ ખુલ્લો મુકશે.

3.અમિત શાહ ગુજરાતના સાણંદ APMCમાં બનેલા નવ નિર્મિત ભવનનું પણ લોકાર્પણ કરશે. મહત્વનું છે કે સાણંદમાં બાવળા ખાતે 27 કરોડના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેમજ 17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે.

sago str 3 ભાજપના ચાણક્ય ફરી આવશે ગુજરાત, ભગવાન જગન્નાથના કરશે આરતી-દર્શન, આ વિકાસકાર્યોનું લોકાર્પણ