નવી દિલ્હી/ કેબિનેટ વિસ્તરણ બાદ ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

કેન્દ્રીય મંત્રીમંડળનો વિસ્તાર થયો છે અને તે વિસ્તરણમાં ગૃહ પ્રધાન અમિત શાહને નવા બનેલા સહકાર મંત્રાલયની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

Top Stories India
A 151 કેબિનેટ વિસ્તરણ બાદ ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે અનેક અટકળો ચાલી રહી છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ સાથે ગૃહ પ્રધાનની આ એક શિષ્ટાચાર મુલાકાત છે. રાષ્ટ્રપતિ ભવનથી બેઠકની તસવીર જાહેર કરવામાં આવી છે. બુધવારે

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળનો વિસ્તાર થયો છે અને તે વિસ્તરણમાં ગૃહ પ્રધાન અમિત શાહને નવા બનેલા સહકાર મંત્રાલયની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. સાથે સાથે સંસદનું ચોમાસું સત્ર પણ 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે અને સત્રની શરૂઆત પહેલા ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ સાથેની બેઠક અંગે અનેક અટકળો થઈ રહી છે.

આ પણ વાંચો :ચીનમાં મોટી સંખ્યામાં ડુક્કરોના મોતથી ભયનો માહોલ,આફ્રિકન સ્વાઈન ફ્લૂની ઓળખ

બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના સીમાંકન માટે બનાવવામાં આવેલા પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, સીમાંકન ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે અને 7 વિધાનસભા બેઠકો વધારવામાં આવશે અને પાકિસ્તાનની ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીરના ભાગની ૨૪ બેઠકો પણ થશે.

આ પણ વાંચો : UPમાં મળ્યો કોરોનાનો ખતરનાક કપ્પા વેરિએન્ટ,પીડિતનું મોત

આપને જણાવી દઈએ કે, કેન્દ્રમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ 2019 માં બીજી વખત એનડીએ સરકારની રચના કરવામાં આવી ત્યારે અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને સરકારની રચનાના લગભગ 2 મહિના પછી, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ નાબૂદ કરી વિશેષ દરજ્જો આપ્યો હતો.

આ ઉપરાંત લદ્દાખને જમ્મુ-કાશ્મીરમાંથી અલગ કરી બંનેને અલગ કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બીજી બાજુ ગયા મહિને જ વડા પ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં જમ્મુ-કાશ્મીરના કેટલાક રાજકીય પક્ષોએ ફરીથી જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યત્વની માંગ કરી હતી અને સાથે સાથે ત્યાં ચૂંટણીની માંગ પણ કરી હતી.

આ પણ વાંચો :ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, બિહાર સહિતના રાજયોમાં આગામી સપ્તાહમાં ખૂલી જશે શાળાઓ