Not Set/ તાલિબાનની તાજપોષીમાં રશિયા ભાગ નહીં લે..જાણો કારણ

તાલિબાને નવી સરકારમાં જોડાવા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી, કતાર, રશિયા અને ઈરાનને આમંત્રણ આપ્યું છે ,કોઈ દેશ તાત્કાલિક પહોંચવા  માટે સંમત નથી

Top Stories
Untitled 101 તાલિબાનની તાજપોષીમાં રશિયા ભાગ નહીં લે..જાણો કારણ

 ક્રેમલિનમાં રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે શુક્રવારે  માહિતી આપતા જણાવ્યું હતુ કે તાલિબાન સરકારના ઉદઘાટન સમારોહમાં રશિયા ભાગ નહીં લેશે નહીં. તાલિબાને તેમની સરકારના શપથ ગ્રહણ માટે માત્ર થોડા દેશોને આમંત્રણ આપ્યું હતું. જેમાં રશિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

રશિયાએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો શા માટે ઇનકાર કર્યો, તે હજુ સુધી જાણી શકાયું નથી. અને તેને લઇને ઘણી બધી ઘણી અટકળો પણ ચાલી રહી છે. એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તાલિબાનની વચગાળાની સરકારના સ્વરૂપે રશિયાને પીછેહઠ કરવાની ફરજ પડી છે. નોંધપાત્ર બાબત એ છે કે તાલિબાનની વચગાળાની સરકારમાં આવા ઘણા નામ છે, જે આંતરરાષ્ટ્રીય સંગઠનો ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે પંજશીર પર કબજો કર્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાત કરી હતી. તાલિબાને નવી સરકારમાં જોડાવા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી, કતાર, રશિયા અને ઈરાનને આમંત્રણ આપ્યું છે. તાલિબાનોએ આ દેશો સાથે સારા સંબંધોના આધારે તેમને પ્રાથમિકતા આપી છે. જો કે, કોઈ દેશ તાત્કાલિક અહીં પહોંચવા  માટે સંમત થયો ન હતો.