Asia Cup/ રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 2 વિકેટે હરાવી સુપર-4માં બનાવી જગ્યા

2022 એશિયા કપની રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવ્યું. એશિયા કપની ગ્રુપ બીની મેચમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા

Top Stories Sports
10 1 રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 2 વિકેટે હરાવી સુપર-4માં બનાવી જગ્યા

2022 એશિયા કપની રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવ્યું. એશિયા કપની ગ્રુપ બીની મેચમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 4 બોલ બાકી રહેતા બે વિકેટે મેચ જીતી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે 19ના સ્કોર પર તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મેહદી હસન અને કેપ્ટન શાકિબે 24 બોલમાં 39 રનની ભાગીદારી કરી હતી. મેહદી 26 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. મુશ્ફિકુર રહીમ સસ્તામાં આઉટ થયો હતો. તેણે 5 બોલમાં 4 રન બનાવ્યા હતા. આ પછી શાકિબ અને આફિફ વચ્ચે ચોથી વિકેટ માટે 24 રનની ભાગીદારી થઈ હતી. મહમુદુલ્લાહ અને અફીફ હુસૈને પાંચમી વિકેટ માટે 37 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. અફીફ 39 અને મહમુદુલ્લાહ 27 રન બનાવી આઉટ થયા હતા. મોસાદેક હુસેને છેલ્લી ઓવરમાં જોરદાર સ્કોર કર્યો અને 9 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યો.

પાવરપ્લેમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા. પથુમ નિસાંકા 20 અને ચરિત અસલંકા 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. 184 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી.