Not Set/ હિમાચલ પ્રદેશમાં ભયંકર અકસ્માત : રોહતાંગની ખીણમાં પડી સ્કોર્પિયો, 11 લોકોનાં મોત

હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી મોટો અકસ્માત થયો છે. કુલ્લુના મનાલીમાં રોહતાંગ પાસમાં એક સ્કોર્પિયો ને અકસ્માત નડ્યો છે. આ દર્દનાક દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. હાદસામાં ગાડીનો એક ભાગ તુટી ગયો છે. આ દૂર્ઘટના મનાલીથી પચાસ કિલોમીટરના અંતરે થયો છે. મૃતકોમાં ત્રણ બાળકો, પાંચ મહિલાઓ અને ત્રણ પુરૂષ સામેલ છે. રોહતાંગ પાસથી 5 કિમી […]

Top Stories India
dlrizchu0ae5jey 3298882 835x547 m હિમાચલ પ્રદેશમાં ભયંકર અકસ્માત : રોહતાંગની ખીણમાં પડી સ્કોર્પિયો, 11 લોકોનાં મોત

હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી મોટો અકસ્માત થયો છે. કુલ્લુના મનાલીમાં રોહતાંગ પાસમાં એક સ્કોર્પિયો ને અકસ્માત નડ્યો છે.

આ દર્દનાક દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. હાદસામાં ગાડીનો એક ભાગ તુટી ગયો છે. આ દૂર્ઘટના મનાલીથી પચાસ કિલોમીટરના અંતરે થયો છે. મૃતકોમાં ત્રણ બાળકો, પાંચ મહિલાઓ અને ત્રણ પુરૂષ સામેલ છે. રોહતાંગ પાસથી 5 કિમી પહેલા આ સ્કોર્પિયો ગાડી રાનીનાલાની પાસે ખીણમાં પડી ગઇ હતી. ગાડીમાં 11 લોકો સવાર હતાં.

જણાવવામાં આવી રહ્યું છે કે ગાડી સવાર મનાલીથી પાંગી જઇ રહ્યાં હતાં. મૃતકોની ઓળખ હજી સુધી થઇ નથી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઘણી મુશ્કેલીઓ પછી ગાડીમાંથી મૃતદેહો ને નીકાળવામાં આવ્યાં છે. જ્યાં અકસ્માત થયો ત્યાં મોબાઇલ સિગ્નલ ન હોવાને કારણે ગુરૂવારે બપોરના ઘટનાની માહિતી મળી શકી છે. જાણકારી પ્રમાણે મોડી રાતે આશરે બે કલાકની આસપાસ આ દૂર્ઘટના થઇ છે.

એસપી કુલ્લુ શાલિની અગ્નિહોત્રીએ 11 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસે મૃતદેહો ના પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે. અને હાદસાને કારણોની તપાસ થઇ રહી છે. હાદસાની સૂચના મળ્યા પછી જિલ્લા તંત્ર કુલ્લુ તરફથી ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે ઉપરાંત ક્ષેત્રીય હોસ્પિટલથી 4 એમ્બ્યુલન્સ ને પણ પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી મૃતકોના પરિવારજનોને તમામ બનતી સહાયતા આપવામાં આવશે. કુલ્લુના ડીસી યુનુસ ખાને આ જાણકારી આપી છે.

આ અકસ્માતમાં સ્થાનિક હોસ્પિટલની ચાર એમ્બ્યુલન્સ પહોંચી હતી. અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.