IND vs SL/ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી બહાર, આ મોટું કારણ આવ્યું સામે  

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામે આગામી ત્રણ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

Top Stories Sports
દીપક ચહર

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામે આગામી ત્રણ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. 20 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 દરમિયાન તેની જમણી જાંઘમાં ઈજા થતાં ભારતીય ઓલરાઉન્ડર પીડાથી રડતો જોવા મળ્યો હતો. રવિવારના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ફિલ્ડિંગના પ્રયાસ દરમિયાન સૂર્યકુમારને હેરલાઈન ફ્રેક્ચર થયું હતું.

દીપક ચહરે બાયો-બબલ છોડી દીધું છે અને હવે તે નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરુમાં પાંચથી છ અઠવાડિયા માટે પુનર્વાનમાંથી પસાર થશે. બેંગ્લોરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટે તાજેતરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. તે IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય બોલર બન્યો હતો.

a 139 5 દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી બહાર, આ મોટું કારણ આવ્યું સામે  

ODI અને T20 માં ઘરેલું પ્રવાસ પર કેરેબિયન ટીમને હરાવ્યા પછી, ભારતીય ટીમ હવે પડોશી શ્રીલંકાની ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતીય પ્રવાસ પર શ્રીલંકાની ટીમ રોહિત સેના સાથે ત્રણ મેચની ટી-20 અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. આ શ્રેણીની પ્રથમ મેચ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત-શ્રીલંકાનો T20 રેકોર્ડ

અત્યાર સુધી બંને ટીમો ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ, T20 ક્રિકેટમાં 19 વખત સામસામે આવી ચુકી છે. અહીં શ્રીલંકાની ટીમ સામે ટીમ ઈન્ડિયાનું પલ્લું ભારે રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે અત્યાર સુધી 13 T20 મેચ જીતી છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ 5 મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય એક મેચ ડ્રો રહી હતી.

ભારતનો શ્રીલંકા પ્રવાસ નીચે મુજબ છે-

  • 24 ફેબ્રુઆરી – 1લી T20, લખનઉ
  • 26 ફેબ્રુઆરી – બીજી T20, ધર્મશાલા
  •  27 ફેબ્રુઆરી – ત્રીજી T20, ધર્મશાલા
  • 4-8 માર્ચ – પ્રથમ ટેસ્ટ, મોહાલી
  • માર્ચ 12-16 – બીજી ટેસ્ટ, બેંગલુરુ (ડે-નાઈટ)

આ પણ વાંચો :પાકિસ્તાની બોલર હરિસ રઉફે કેચ છોડનાર ખેલાડીને માર્યો લાફો,જુઓ વીડિયો

આ પણ વાંચો : આ દિવસે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વની મેચ, કેપ્ટને કહ્યું- અમે ટ્રોફી જીતવા સક્ષમ છીએ

આ પણ વાંચો :IPL 2022ના સૌથી મોંઘા ખેલાડીઓએ જ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં વાળ્યો ધબડકો

આ પણ વાંચો :કેએલ રાહુલે કર્યું હ્રદયસ્પર્શી કામ, દુર્લભ બીમારીથી પીડિત 11 વર્ષના બાળક માટે 31 લાખ રૂપિયાનું આપ્યું દાન

આ પણ વાંચો :યુવરાજ સિંહે કોહલીને ભેટમાં આપ્યા ‘ગોલ્ડન બૂટ’, ભાવુક થઇને પત્રમાં લખ્યું ‘દુનિયા માટે કિંગ કોહલી, પરંતુ મારા માટે હંમેશા ચીકુ જ રહીશ’