Not Set/ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

મોરવા હડફની બેઠક માટે ૩૨ જેટલા ઉમેદવારો ભાજપ તરફથી મેદાનમાં હતા.જેમાંથી નિમિષા બેન સુથાર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. મોરવા હડફ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે.

Top Stories Gujarat Others
flage 2 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

ગુજરાત રાજ્યમાં ચૂંટણી સીઝન ચાલી રહી છે. એક પછી એક ચૂંટણી રાજ્યમાં યોજાઈ રહી છે. ત્યારે હવે ફરી એકવાર ગાંધીનગર મનપા અને મોરવા હડફ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.  કોંગ્રેસ બાદ આજે ભાજેપ મોરવા હળફની વિધાનસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે.

મોરવા હડફની બેઠક માટે ૩૨ જેટલા ઉમેદવારો ભાજપ તરફથી મેદાનમાં હતા.જેમાંથી નિમિષા બેન સુથાર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. મોરવા હડફ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. 2012માં નિમિષાબેન  વિ.સ. ચૂંટણી જીત્યા હતા. 2017માં નિમિષાબેનને  ટિકિટ આપી ના હતી. હવે પેટાચૂંટણીમાં નિમિષાબેન પહેલી પસંદ બન્યા છે.

flage 1 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે સુરેશભાઈ કટારાને ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા  અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે. સુરેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસના સક્રીય સભ્ય છે. સુરેશભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશભાઈના પિતા છગનભાઈ કટારા ત્રણ ટર્મ સુધી  તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેશભાઈના પત્ની જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.