MANTAVYA Vishesh/ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર, 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. અને 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે.

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • લોકસભા ચૂંટણીની તારીખો જાહેર
  • સાત તબક્કામાં થશે મતદાન
  • 19 એપ્રિલથી 1 જૂન સુધી મતદાન
  • 4 જૂને પરિણામ થશે જાહેર
  • ગુજરાતમાં  ત્રીજા તબક્કામાં થશે મતદાન
  •  ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. અને 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે. આ મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. ત્યારે મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે.તો  લોકસભાની સાથે 4 રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે

આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ અંતે 4 જૂને મતગણતરી કરવામાં આવશે.તો આ સાત તબક્કાઓ પૈકિ તીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે.આપણે તબક્કા વાર સમજીએ તો પહેલો તબક્કામાં 21 રાજ્યો મા 102 સીટ માટે ચૂંટણી થશે.અને 19 એપ્રિલે મતદાન યાજાશે.જેનું 20 માર્ચે નોટિફિકેશન બહાર પડશે.27 અને 28 માર્ચે નામાંકન થશે.અને 28, 29 માર્ચે તેનું પરિક્ષણ થશે.જ્યારે 30 માર્ચ થી લઈ 2 એપ્રિલ સુધી નામ પાછુ ખેચી શકાશે.

તો બીજો તબક્કા માં 13 રાજ્યોની 89 સીટ માટે ચૂંટણી થશે.જેનું મતદાન 29 એપ્રિલે થશે.તેનું નોટિફિકેશન 28 માર્ચે બહાર પડશે.4 એપ્રિલે નામાંકન થશે.અને 5,6 એપ્રિલે તેનું પરિક્ષણ થશે. જ્યારે 8 એપ્રિલ સુધી નામ પાછુ ખેચી શકાશે.

ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 સીટ પર ચૂંટણી થશે.જેનું મતદાન 7 મેના રોજ  થશે. 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.તો 19 એપ્રિલે નામાંકન થશે.અને 20 એપ્રિલે તેનું પરિક્ષણ થશે.જ્યારે 22 એપ્રિલ સુધી નામ પાછુ ખેચી શકાશે.

તો ચોથો તબક્કા માં 10 રાજ્યોની 96 સીટ માટે ચૂંટણી થશે.અને 13 મેના રોજ મતદાન થશે. 18 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.તો 25 એપ્રિલે નામાંકન થશે.અને 26 એપ્રિલે તેનું પરિક્ષણ થશે.જ્યારે 29 એપ્રિલ સુધી નામ પાછુ ખેચી શકાશે.

પાંચમો તબક્કા માં 8 રાજ્યોની 49 સીટ પર ચૂંટણી થશે.અને 20 મેના રોજ મતદાન થશે.26 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.તો 3 મે નામાંકન થશે.અને 4 મે તેનું પરિક્ષણ થશે.જ્યારે 6 મે સુધી નામ પાછુ ખેચી શકાશે.

છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે. અને ત્યાં 25 મે નાં રોજ મતદાન થશે..જેનું 29 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.તો 6 મે નામાંકન થશે.અને 7 મે તેનું પરિક્ષણ થશે.જ્યારે 9 મે સુધી નામ પાછુ ખેચી શકાશે.

તો અંતે સાતમાં તબક્કામાં 13 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે. અને તેનું મતદાન 1 જૂનનાં દિવસે કરવામાં આવશે.જેનું 7 મેના રોજ નોટિફિકેશન બહાર પડશે. તો 14 મે નામાંકન થશે.અને 15 મે તેનું પરિક્ષણ થશે.જ્યારે 17 મે સુધી નામ પાછુ ખેચી શકાશે.અને અંતે 7 જૂનનાં રોજ મતગણતરી થશે અને પરીણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતની વાત કરવામાં આવેતો ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન થશે.ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.તો વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ થશે.રાજ્યની માણાવદર, પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડીયાની બેઠકા પર પેટાચૂંટણી યોજાશે.તો વિસાવદર સિવાયની પાંચ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરાઇ છે.

તો 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.જેમાં અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થશે.જેનું 20 માર્ચે નોટિફિકેશન જાહેર થશે.સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે.આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે.અને ઓડિશામાં પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે.

તો 96.8  કરોડ મતદારો આ વખતે ચૂંટણીમાં મતદાન કરવાનાં છે.49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે.21.5 લાખ મતદારો છે, જે 18 થી 29 વર્ષની વયના છે.તો 1.82 કરોડ વોટર એ ફર્સ્ટ ટાઈમ વોટર છે. સાથે જ 88.4 લાખ લોકો વિકલાંગ છે અને તેઓ મતદાન કરશે. તો 82 લાખ લોકો 85 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય તેવા છે.અને 2.18 લાખ મતદારો એવા છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે.જેમાં 48 હજાર ટ્રાન્સજેન્ડર છે.

ચૂંટણી પંચે સત્તાવાર રીતે પત્રકાર પરિષદ દ્વારા આની જાહેરાત કરી હતી.આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયાને વિગતવાર સમજાવી અને પંચની સંપૂર્ણ યોજના જણાવી હતી. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સમગ્ર પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને ન્યાયી બનાવવા માટે પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.એટલું જ નહીં આ વખતે ચૂંટણી પંચ નેતાઓ પર સૌથી વધુ કડક રહેશે અને મતદારોને સૌથી વધુ સુવિધાઓ આપવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે.2024 એ વિશ્વ માટે ચૂંટણીનું વર્ષ પણ છે.વિશ્વની સૌથી મોટી અને સૌથી ગતિશીલ લોકશાહી તરીકે, દરેકનું ધ્યાન ભારત પર રહે છે.ત્યારે લોકશાહીના રંગો અહીં ઉભરે છે અને તેમાં તમામ વર્ગનો સમાવેશ થાય છે..અમારું વચન છે કે અમે એવી રીતે ચૂંટણી કરાવીશું જેનાથી દેશની ચમક વધે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે.

રાજીવ કુમારે કહ્યું કે અમે આ ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર દેશની સૌથી મોટી ચૂંટણી માટે બે વર્ષથી તૈયારી કરી છે. આપડી પાસે 97 કરોડ મતદારો મતદાતાઓ છે.ત્યારે 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.અને આ માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તહેનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1.82 કરોડ યુવા મતદારો છે જે આ વખતે મતદાન કરશે.ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 17 સામાન્ય ચૂંટણીઓ અને 400થી વધુ વિધાનસભાની ચૂંટણીઓ કરાવી છે.ત્યારે  છેલ્લી 11 ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે.અને કોર્ટ કેસમાં પણ ઘટાડો થયો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારા કર્મચારીઓ ચૂંટણી માટે દરેક જગ્યાએ જશે, પછી તે પર્વત હોય કે દૂરના જંગલો. અમારે ઘોડા, હાથી કે હેલિકોપ્ટરથી જવું પડે પણ અમે પહોંચી જઈશું. દરેક મતદાર મતદાન કરે તે સુનિશ્ચિત કરવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. મતદારોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.ચૂંટણી દરમિયાન મતદાન મથક પર સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. જેમ કે દરેક બૂથ પર પીવાના પાણી અને રેમ્પની સુવિધા કરવામાં આવશે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ શૌચાલય હશે. સીનીયર સીટિઝન માટે દરેક પ્રકારની વ્યવસ્થા હશે.એક માણસનો મત લેવા માટે પણ એમના ઘરે જવામાં આવશે.ચૂંટણી દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે.અને દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ હશે જે વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કામ કરશે.જે અંતરગત ફરિયાદ મળતાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે.ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ, તેથી ચૂંટણી આયોગ મસલ પાવરને નિયંત્રિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરાશે.

તો મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં રાજકીય પક્ષોને સામેલ કરવામાં આવ્યા છે.જેથી પાછળથી કોઈ એમ ન કહે કે અમને જાણ કરવામાં આવી ન હતી.જિલ્લા મેજિસ્ટ્રેટોએ દરેક જિલ્લામાં રાજકીય પક્ષો સાથે બેઠકો યોજી છે.અને તેમના વાંધાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.તો મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ.આ વખતે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમારે જે પણ કડકાઈથી કરવું પડશે, અમે કરીશું.દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે..અને ટીવી, સોશિયલ મીડિયા, વેબ કાસ્ટિંગ, 1950 હેલ્પલાઇન અને ફરિયાદ પોર્ટલ હશે. તેના પર દેખરેખ રાખવા માટે દરેક જિલ્લાના આવા કંટ્રોલ રૂમમાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે.અને જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.તો  જેમની પાસે બિનજામીનપાત્ર વોરંટ છે અને જેઓ હિસ્ટ્રીશીટર છે તેમની સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે  ત્રણ વર્ષથી કોઈપણ એક જિલ્લામાં પોસ્ટીંગ થયેલ હોય તેમને બદલી કરવા માટે પણ જણાવાયું છે.જ્યાં પણ સ્વયંસેવકો અને લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય ત્યાં તેમને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં.

તો નાણાંનો ઉપયોગ કેટલાક રાજ્યોમાં વધુ છે.તેની ઉપર પણ કામ થઈ રહ્યું છે. અને છેલ્લી 11 ચૂંટણીઓમાં 3,400 કરોડ રૂપિયાની રોકડનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવામાં આવ્યો છે..2017-18ની સરખામણીમાં 2022-23માં આવા નાણાં જપ્ત કરવામાં 835 ટકાનો વધારો થયો છે.સાથે જ દારૂ, રોકડ, કુકર, સાડી વગેરેનું વિતરણ બંધ કરવા કડક સૂચના આપવામાં આવી છે.બેંકો એ પણ જોશે કે રોકડની માંગમાં અચાનક વધારો થાય છે કે કેમ.દરેક બંદરો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, રોડવેઝ પર કડક દેખરેખ રાખવામાં આવશે.

તો રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ સહિત કોઈપણની ટીકા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ નકલી સમાચાર અને અફવાઓ ફેલાવવાની કોઈ સ્વતંત્રતા નથી. દરેક રાજ્યના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ વાંધાજનક નિવેદનો ધરાવતી પોસ્ટ દૂર કરવા કહે.અને જો કોઈ ખોટી વાર્તા ફેલાવે છે, તો તેની સામે મજબૂતીથી લડીશું.અને તેના જ ભાગ રુપે ચૂંટણી પંચની વેબસાઈટ પર જૂઠું અને હકિકત એવા નામની એક શ્રેણી પણ  શરૂ કરવામાં આવશે.અને મતદારોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા પર જે પણ આવે છે તેને આંધળાપણે ફોલો ન કરે.કારણ કે જુઠ્ઠાણાના બજારમાં ભારે ઉત્તેજના છે.

તો આ વખતે નફરત ફેલાવનારા ભાષણો પર પણ કડકતા રહેશે.મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે રાજકીય પક્ષોને તેમના સ્ટાર પ્રચારકોના ધ્યાન પર ચૂંટણી પંચની માર્ગદર્શિકા લાવવા કહ્યું છે. છેલ્લી વખત નૈતિક સેન્સરિંગ હતું, પરંતુ હવે જો કોઈ દ્વેષપૂર્ણ ભાષણ આપે છે.અંગત જીવન સાથે જોડાયેલા પાસાઓ પર ખોટા નિવેદનો આપે છે, ધાર્મિક નફરત ફેલાવવાની વાત કરે છે, તો કાર્યવાહી કરવામાં આવશે.પ્રચાર દરમિયાન એક નિશ્ચિત લક્ષ્મણ રેખાને પાર ન કરો તેવી સુચના આપવામાં આવશે. ડિજિટલ યુગમાં, તમારા મોંમાંથી જે પણ નીકળે છે, તેનો રેકોર્ડ સો વર્ષ સુધી રહેશે.જો લડાઈમાં પ્રેમનો દોરો તૂટી જાય તો તે ઘણું મુશ્કેલ બની જાય છે.

અમે 537 બિન નોંધાયેલ રાજકીય પક્ષોને અધિકૃત યાદીમાંથી બાકાત કર્યા છે. અને રાજકીય પક્ષોના દરેક ખાતાની માહિતી ડિજિટલ સ્વરૂપે ચૂંટણી પંચને મોકલવાની રહેશે. આ વખતે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં.તેનાં માટે  2,100 નિરીક્ષકો તૈનાત કરાઈ રહ્યા છે.તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓની નિષ્પક્ષતા પર નજર રાખશે.તો નિરિક્ષકો દ્વારા સુરક્ષા દળોની તૈનાતી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તેના પર પણ નજર રાખવામાં આવશે.ચૂંટણી કમીશ્નરે કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય એ છે કે ક્યાંય ફરી મતદાનની જરૂર ન હોવી જોઈએ, ક્યાંય પણ હિંસા ન થવી જોઈએ, ક્યાંય પણ ખરાબ સ્વભાવ ન હોવો જોઈએ, નકલી સમાચારો ન ફેલાવવા જોઈએ.

તો લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે એલાન કર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પછી તરત જ વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી.લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે.

તો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની મુશ્કેલી વધી છે કેમકે ચૂંટણી પંચે કડક નિયમો બનાવ્યા છે.ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં સાફ શબ્દોમાં કહ્યું કે, દબંગ ઉમેદવારોને 3 વાર પોતાના ક્રિમિનલ રેકૉર્ડની વિગતો અખબારોમાં આપવી પડશે..ત્યારે આ નિયમથી કેટલાક બાહુબલી ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેટલાક બાહુબલી ઉમેદવારો છે, અને તેઓ જેલમાં રહીને ચૂંટણી લડે છે અને જીતી પણ જાય છે. આ ઉમેદવારોએ ત્રણ વખત અખબારમાં તેમના ગુનાહિત રેકોર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે જનતાને તેમના પ્રતિનિધિને જાણવાનો પૂરો અધિકાર છે. જેના કારણે કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે, જેની સામે કોઈ ફોજદારી ગુનો નોંધાયેલા છે, તો આવા ઉમેદવારે તેના ઉપર લાગેલા આરોપોની સંપૂર્ણ માહિતી આપવી પડશે. એટલે કે, મતદારોને ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મળવી જોઈએ,અને ગુનાહિત રેકોર્ડ ધરાવતી વ્યક્તિને પોતાના નેતા તરીકે પસંદ કરતા બચી શકે.

તો પત્રકાર પરીષદ કરતા સમયે ચૂંટણી અધિકારીએ તેઓના આગવા અંદાજમાં જોવાં મળ્યા હતા.તેઓ પોતાના ભાષણ દરમીયાન શેરો શાયરી કરતા જોવા મળ્યા હતા. તેમણે  કહ્યું હતું કે, “હિમાલય થી સમુદ્ર સુધી અને રણથી વરસાદવાળા પૂર્વોત્તર બુથો પર એક જેવી સુવિધા હશે.” 85 વર્ષથી મોટી ઉંમરનાં તમામ મતદારો તેમજ દિવ્યાંગ મતદારોનાં ઘરે ફોર્મ મોકલવામાં આવશે. જેથી તેઓ ઘરેથી મતદાન કરી શકે. તેમજ બુથ પર તેઓ આવશે તો તેઓને સહાયક દ્વારા સહયોગ કરવો પડશે. ખ્ય ચૂંટણી અધિકારીએ તેઓના આગવા અંદાજમાં કહ્યું કે, “હિમાલય થી સમુદ્ર સુધી અને રણથી વરસાદવાળા પૂર્વોત્તર બુથો પર એક જેવી સુવિધા હશે.” 85 વર્ષથી મોટી ઉંમરનાં તમામ મતદારો તેમજ દિવ્યાંગ મતદારોનાં ઘરે ફોર્મ મોકલવામાં આવશે. જેથી તેઓ ઘરેથી મતદાન કરી શકે. તેમજ બુથ પર તેઓ આવશે તો તેઓને સહાયક દ્વારા સહયોગ કરવો પડશે.

જોકે આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે.આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.તો ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે.વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર 400 પાર’ નું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. ઈલેક્શન કમીશને 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.અમે ભાજપ-એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.પીએમ મોદીએ કહ્યું કે, અમે દસ વર્ષ પહેલા સત્તા સંભાળી તે પહેલા, ભારતની જનતા INDA ગઠબંધનના દયનીય શાસનને કારણે છેતરપિંડી અને નિરાશ અનુભવી રહી હતી.કોઈ પણ ક્ષેત્ર કૌભાંડો અને નીતિવિષયક લકવાથી અસ્પૃશ્ય રહ્યું નથી.દુનિયાએ ભારતને છોડી દીધું હતું. તે ત્યાંથી એક અદ્ભુત પરિવર્તન આવ્યું છે.140 કરોડ ભારતીયોની શક્તિના કારણે આપણો દેશ વિકાસના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.અને આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.તો કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને અમારી યોજનાઓ ભારતના તમામ ભાગોમાં પહોંચી છે અને તેના સારા પરિણામો મળ્યા છે.ભારતના લોકો જોઈ રહ્યા છે કે એક મજબૂત, કેન્દ્રિત સરકાર શું કરી શકે છે, અને તેઓ તેનાથી વધુ ઇચ્છે છે. તેથી જ, ભારતના દરેક ખૂણેથી, સમાજના દરેક વર્ગના લોકો એક અવાજે કહી રહ્યા છે કે – અબ કી બાર 400 પાર!

સાથે જ પીએમ મોદીએ કહ્યું, કે અમારા ત્રીજા કાર્યકાળમાં ઘણું કામ કરવાનું બાકી છે.છેલ્લો દાયકો સિત્તેર વર્ષ સુધી શાસન કરનારાઓ દ્વારા સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવાનો હતો.તે આત્મવિશ્વાસની ભાવના બનાવવા વિશે પણ હતું કે હા ભારત સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે. અમે આ ભાવનાને આગળ લઈ જઈશું. પીએમએ કહ્યું, ગરીબી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ ઝડપી ગતિએ આગળ વધશે. સામાજિક ન્યાય પર ભાર મૂકવામાં આવશે. અમે ભારતને ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરવા જઈ રહ્યા છીએ. અમે યુવાનોના સપનાને સાકાર કરવાના અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે