Prison/ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર એલેક્સ નવલનીને અહીંની અદાલતે સાડા ત્રણ વર્ષની સજા સંભળાવી છે. અગાઉના ગુનાહિત કેસમાં ધરપકડ બાદ નવલાની પર પેરોલની શરતોના ભંગનો

Top Stories World
1

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર એલેક્સ નવલનીને અહીંની અદાલતે સાડા ત્રણ વર્ષની સજા સંભળાવી છે. અગાઉના ગુનાહિત કેસમાં ધરપકડ બાદ નવલાની પર પેરોલની શરતોના ભંગનો આરોપ છે. નવલનીને પેરોલની સ્થિતિ મુજબ પોલીસને નિયમિતપણે જાણ કરવી જરૂરી હતી, પરંતુ તેણે તેનું પાલન ન કર્યું. નવલનીને છેતરપિંડીના કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. જોકે નવલનીનું કહેવું છે કે તેમના પરના તમામ કેસો રાજકીય રીતે પ્રેરિત છે. રશિયામાં નવલનીની સજાને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.નવલની ગયા મહિને રશિયા પરત ફર્યા બાદ રશિયાની કસ્ટડીમાં છે. અગાઉ નવલને ઝેરી પદાર્થ આપવામાં આવતો હતો. તેની સારવાર જર્મનીમાં કરવામાં આવી રહી હતી.

Image result for image of Russian President Putin's critic Navalny sentenced to three years in prison, a sign of violence

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

નવલનીએ કોર્ટમાં પુતિનને હુમલો કરનાર જણાવ્યા હતા

સુનાવણી દરમિયાન નવલનીએ રાષ્ટ્રપતિ પુતિનને ઝેર આપનાર ગણાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે પુતિન તેમબ પર હુમલો કરવા માટે દોષી છે. સજા સંભળાવ્યા પછી, નવલનીએ કહ્યું કે રશિયામાં વિરોધ નબળો પડી રહ્યો છે, દેશમાં લોકોને ડરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નવલનીએ કહ્યું કે લોકોને ડરાવવા માટે એકને જેલમાં પૂરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે મારી હત્યાના પ્રયાસ એફએસબી દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હું એકલો નથી.

Image result for image of Russian President Putin's critic Navalny sentenced to three years in prison, a sign of violence

Corona vaccination / ભારતને મોટી સફળતા, સૌથી ઓછા સમયમાં 40 લાખ રસી કરણ કરાવનાર બન્યો પ્રથમ દેશ 

નવલનીને સજા ફટકાર્યા બાદ તેના સમર્થકોએ તેનો વિરોધ કરવા રેલીનું આહવાન કર્યું હતું. આ દરમિયાન પોલીસે 300 જેટલા સમર્થકોને અટકાયતમાં લીધા છે. બીજી તરફ નવલાનીના વકીલે કહ્યું છે કે અમે આ નિર્ણય સામે અપીલ કરીશું. નવલનીની સજા બાદ ઘણા દેશો, ખાસ કરીને પશ્ચિમી દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

Image result for image of Russian President Putin's critic Navalny sentenced to three years in prison, a sign of violence

કૃષિ આંદોલન / દિલ્હીની સીમા પર હાલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ નહીં, ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…