Not Set/ બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી આપતું પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, લીલી ઝંડી આપતા મુખ્યમંત્રી રૂપાણી

બાંધકામ માટે હવે રાજ્યમાં ઓનલાઇન મંજૂરીને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આજથી ઓફલાઇન મંજૂરી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને બાંધકામ માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ 2.0 આજથી શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
a 46 બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી આપતું પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, લીલી ઝંડી આપતા મુખ્યમંત્રી રૂપાણી

બાંધકામ માટે હવે રાજ્યમાં ઓનલાઇન મંજૂરીને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આજથી ઓફલાઇન મંજૂરી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને બાંધકામ માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ 2.0 આજથી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ આ માટે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતુ કે, મારી સરકાર જાડી ચામડીની સરકાર નથી પરંતુ પારદર્શક અને નિર્ણાયક સરકાર છે. એટલે કહ્યું હતું હું 20-20 રમવા આવ્યું છું. આ પ્રજાની સરકાર છે પ્રજાની સુખાકારી માટે કાયમ કામ કરશે.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ડેવલપમેન્ટ પરમિશન ઓનલાઇન આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ભાજપ સરકાર વિકાસની રાજનીતિ કરે છે. સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. દરેક માણસને પોતાના ઘરનું સ્વપ્ન હોય છે. પ્લાન પાસ કરાવવા માટે ચપ્પલના તળિયા ઘસાઇ જાય છે. ટેબલે ટેબલે લોકોએ ભાઇ સાહેબ કરવું પડે છે. હવે 24 કલાકમાં ફાઇનલ મંજૂરી મળશે.હવે પ્લાનની મંજૂરી માટે પૈસા નહી આપવા પડે. લોકો વ્યવસ્થા ઇચ્છે છે. ખોટુ કરનાર લોકો માટે અલગ નિયમો છે. સરળતાથી મંજૂરી મળે તેવું લોકો ઇચ્છે છે. આજથી ઓફલાઇન મંજૂરી સીસ્ટમ દૂર થશે. આજથી મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…