Not Set/ POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા

પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીર (પીઓકે) થી એક વિરોધ ભારતની નિયંત્રણ રેખા તરફ આગળ વધી રહ્યો છે. આ પ્રદર્શનકારીઓ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવવાના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. પીટીઆઈનાં અહેવાલ મુજબ, પાક સેનાએ આ લોકોને નિયંત્રણ રેખાની નજીકથી રોકી દીધા હતા. વિરોધ કરનારાઓમાં મોટે ભાગે યુવાનો હતા, જેમણે શનિવારે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી ગઢી દુપટ્ટા […]

Top Stories World
pok POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા

પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીર (પીઓકે) થી એક વિરોધ ભારતની નિયંત્રણ રેખા તરફ આગળ વધી રહ્યો છે. આ પ્રદર્શનકારીઓ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવવાના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. પીટીઆઈનાં અહેવાલ મુજબ, પાક સેનાએ આ લોકોને નિયંત્રણ રેખાની નજીકથી રોકી દીધા હતા. વિરોધ કરનારાઓમાં મોટે ભાગે યુવાનો હતા, જેમણે શનિવારે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી ગઢી દુપટ્ટા શહેર તરફ પ્રયાણ કર્યું હતું.

JKLFjpg POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તેમનું કહેવું છે કે, તેઓ અધિકારીઓને મનાવવાનો પ્રયાસ કરશે કે તેઓને નિયંત્રણ રેખાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગામ ચકોઠી સુધી જવા દેવાની પરવાનગી આપવામાં આવે. અહેવાલમાં જણાવાયું છે કે જેકેએલએફનાં નેતા રફીક ડારે કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે તેઓ અમને શાંતિપૂર્ણ માર્ગ પર ચકોઠીથી શહેર તરફ જવાની પરવાનગી આપી દેશે. અમારી કૂચ શાંતિપૂર્ણ છે અને અમે કોઈ અથડામણ ઇચ્છતા નથી.”

INDIA KASHMIRPAKISTAN POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા

પાકિસ્તાનનાં અખબાર ડોનનાં અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓને જિસ્કૂલ નજીક અટકાવવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ કન્ટેનર, કાંટાળો તાર અને ઇલેક્ટ્રિક થાંભલાઓ લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સ્થાનિક લોકો દ્વારા તેમનુ સ્વાગત કરવામા આવેલ વીડિયો ફૂટેજ શેર કર્યો. જેમણે પ્રદર્શનકારીઓને પૂડ, ફળ, જ્યૂસ અને પાણી આપ્યુ. બીબીસીનાં જણાવ્યા અનુસાર જેકેએલએફનાં કાર્યકર્તા શહબાઝ કાશ્મીરીએ કહ્યું હતું કે, “ઇન્શાઅલ્લાહ, અમે સરહદ તોડવા જઈ રહ્યા છીએ, અમે વિશ્વનાં લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે તેઓ પણ તેમના ઘરોમાંથી નીકળીને વિરોધ પ્રદર્શન કરે. જો અલ્લાહની ઈચ્છા હશે તો સરહદ તૂટી જશે.”

128615 vwctjbdwgi 1570360256 POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા

રવિવારે આંદોલનકારીઓએ કાશ્મીર અને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મોટરસાયકલો અને અન્ય વાહનો ઉપર પોતાનો વિરોધ શરૂ કર્યો હતો. શનિવારે, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એક ટ્વીટમાં નિયંત્રણ રેખાને પાર કરનારાઓને ચેતવણી આપી હતી. જો કે વિરોધીઓએ આ અપીલ નામંજૂર કરી હતી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 POKથી ભારત આવી રહ્યા છે પ્રદર્શનકારીઓ, પાક સેનાએ વચ્ચે રોક્યા