Not Set/ 3 ભારતીય ઇજનેરોને 17 મહિના પછી તાલિબાનની કેદમાંથી મુક્ત કરવામાં આવશે

મે 2018 માં, અફઘાનિસ્તાનના ઉત્તરી બગલાન પ્રાંતમાં વીજ પ્લાન્ટ માટે કામ કરતા સાત ભારતીય ઇજનેરોનું અપહરણ કરાયું હતું. તેમાથી  બંધક એક એન્જિનિયરને માર્ચમાં મુક્ત કરવામાં આવ્યો હતો. લગભગ 17 મહિનાથી તાલિબાન આતંકવાદીઓની કેદમાં ફસાયેલા ભારતીય એન્જિનિયરો માટે મુક્તિનો માર્ગ સાફ બન્યો છે. ભારતના ત્રણ ઇજનેરો 2018 થી તાલિબાનની કેદમાં છે. ઇસ્લામાબાદમાં તાલિબાન અને યુએસના પ્રતિનિધિઓ […]

Top Stories World
taliban 3 ભારતીય ઇજનેરોને 17 મહિના પછી તાલિબાનની કેદમાંથી મુક્ત કરવામાં આવશે

મે 2018 માં, અફઘાનિસ્તાનના ઉત્તરી બગલાન પ્રાંતમાં વીજ પ્લાન્ટ માટે કામ કરતા સાત ભારતીય ઇજનેરોનું અપહરણ કરાયું હતું. તેમાથી  બંધક એક એન્જિનિયરને માર્ચમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

લગભગ 17 મહિનાથી તાલિબાન આતંકવાદીઓની કેદમાં ફસાયેલા ભારતીય એન્જિનિયરો માટે મુક્તિનો માર્ગ સાફ બન્યો છે. ભારતના ત્રણ ઇજનેરો 2018 થી તાલિબાનની કેદમાં છે. ઇસ્લામાબાદમાં તાલિબાન અને યુએસના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક મળી હતી, જેમાં તાલિબાનની કસ્ટડીમાં કેદ થયેલા ત્રણ ભારતીય ઇજનેરોને મુક્ત કરવાની વાત સામે આવી છે.

યુ.એસ.થી સમાધાન માટે વાટાઘાટો કરનાર પ્રતિનિધિ ઝાલ્મ ખલીલજાદ સાથે તાલિબાનની બેઠકમાં કેદીઓની આપ-લે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલિબાન નેતાઓને બદલે ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરવામાં આવશે.

તાલિબાન દ્વારા બાનમાં રાખેલા ત્રણ ભારતીય ઇજનેરોના બદલામાં 11 તાલિબાન નેતાઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જે પૂરી થઈ છે. મુક્ત કરાયેલા નેતાઓમાં તાલિબાનના કેટલાક મહત્વપૂર્ણ નેતાઓનો સમાવેશ થાય છે.

આ યાદીમાં અફઘાન તાલિબાનના અગ્રણી નેતાઓ શેખ અબ્દુલ રહીમ અને મૌલવી અબ્દુર રશીદનો પણ સમાવેશ છે. આ બંને નેતાઓ 2001 માં યુ.એસ.ની દખલ પહેલા કર્નર અને નિમરોઝ પ્રાંતના રાજ્યપાલ પદે હતા.

અજાણ્યા સ્થળે કેદીઓની આપલે

6 ઓક્ટોબર 2019 ના રોજ સવારે અજાણ્યા સ્થળે કેદીઓનો અદલાબદલ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે અફઘાન તાલિબાનના સભ્યોને બગરામ એરબેઝથી યુએસ દળોએ મુક્ત કર્યા, જેનો અર્થ એ થયો કે તાલિબાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે કેદીઓની અદલાબદલી કરવામાં આવી. અફઘાન તાલિબાન દ્વારા ભારતીય કેદીઓની મુક્તિની પુષ્ટિ કરવામાં આવી રહી છે, પરંતુ અફઘાન સરકારે તેની પુષ્ટિ કરી નથી. 3 ભારતીય ઇજનેરોને 17 મહિના પછી તાલિબાનની કેદમાંથી મુક્ત કરવામાં આવશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 3 ભારતીય ઇજનેરોને 17 મહિના પછી તાલિબાનની કેદમાંથી મુક્ત કરવામાં આવશે

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.